તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના પર વિજય:‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ને વડાવસ્વામી ગામે સાર્થક કરી બતાવ્યું

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની સૂઝબૂઝથી ગામમાં કોરોનાનો એક પણ દર્દી નથી

કલોલ તાલુકામાં 1200 ગ્રામજનોની વસ્તી ધરાવતુ વડાવસ્વામી ગામ આવેલ છે. આ ગામના આગેવાનોની સુજબુજ તેમજ ગામની એકતાના પગલે કોરોનાને હરાવવા માટેના લેવાયેલા પગલાઓનુ સમગ્ર ગામે ચુસ્તપણે પાલન કરતા આ ગામમાં કોરોનાનો એકપણ દર્દી નથી.

કોરોના માહામારીની બીજી લહેર ખૂબજ ઘાતકી પૂરવાર થઇ છે. જેમાં આ વખતે શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેનું વ્યાપક સંક્રમણ જોવા મળી રહ્યુ છે. જ્યારે આ બીજી લહેરમાં કલોલ તાલુકાના વડાવસ્વામી ગામે કોરોનાના 4 કેસ નોધાયાં હતાં. જેમાંથી 1 વ્યક્તિનું અવસાન થયુ હતુ. અને 3 વ્યક્તિઓ હોમ કોરોન્ટાનઇ રહી દવાઓથી સાજા થયા હતા. ત્યારે કલોલ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ગામના રહેવાસી કીરીટભાઇ પટેલ, ગામના રસપંચ ડાલાજી ઠાકોર, પૂર્વ સરપંચ કેશવલાલ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત આગેવાનોએ ગામમાં જનજાગરણ અભિયાન ચલાવ્યું હતું.

મારુ ગામ કોરોના મુક્ત ગામ તેઓ દ્રઢ સંકલ્પ કરી ગામને સેનેટાઇઝેશન કરી માસ્ક તેમજ ઉકાળાનુ વિતરણ કરાયું હતુ. તેમજ ગ્રામજનોને વધુમાં વધુ ખેતરમાં રહેવા સમજાવ્યા હતા. તેમજ જરૂર વગર ગામની બહાર જવુ નહી તેમજ કોઇને ગામમાં બોલાવવા નહી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યુ હતુ. આ અભિયાનને ગ્રામજનોએ ખૂબ સહકાર આપી ચુસ્તપણે નિયમોનુ પાલન કર્યુ હતુ. જેના પગલે હાલ તબક્કે ગામમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. ગ્રામજનોની સમજદારીથી તેમણે કોરોના પર વિજય મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...