વાતાવરણમાં પલટો:કલોલ અને માણસામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો

કલોલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવારના રોજ દિવસભરની વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળો છવાઈ ગયું હતું. અને ઠંડા પવન સાથે એકાએક વરસાદ પડતા વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. જોકે આ કમોસમી વરસાદ પડતા ખેડુતના તાતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે કમોસમી વરસાદથી કોઈ દિવસ પાકને ફાયદો થતો હોતો નથી. અત્યારે કલોલ પંથકના ખેડુતો એ ઘઉં રાયડો અને જીરૂ સંહિતના પાકનું વાવેતર કરેલ છે. ત્યારે આ વરસાદથી તેમના પાકને નુકસાન થઈ શકે છે. જોકે વરસાદ થોડો આવી બંધ થતા ખેડૂતોએ રાહતનો દમ લિધો હતો. જ્યારે માણસામાં પણ સોમવારે મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો.

માણસા શહેર અને તાલુકામાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે ભારે ગરમી બાદ સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સતત અડધો કલાક સુધી વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને મોટા કરા પડતાં ખેડૂતોના તૈયાર થયેલા ઘઉં અને બટાકાની ખેતીમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...