તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કલોલના કપિલેશ્વર મહાદેવમાં ભક્તોની અનોખી શ્રદ્ધા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1800 વર્ષ પુરાણા શિવલિંગ પર ગાયનાં આંચળમાંથી દૂધ વહેતાં પ્રગટ્યા કપિલેશ્વર મહાદેવ

શ્રાવણ માસની શરૂઆત શિવજીનાં સોમવારથી જ થતા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાનાં શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો ભોળાનાથને ભજીને કર્મનું ભાથું બાંધશે. ત્યારે કલોલમાં આવેલા પૌરાણિક કપિલેશ્વર મહાદેવમાં અનોખી શ્રદ્ધા છે. ત્યારે શ્રાવણ માસને લઇને મંદિરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. સ્વયંભૂ પ્રગટ થયેલા કપિલેશ્વર મહાદેવનાં શિવલીંગ પાછળની દંતકથા પ્રમાણે આશરે 1800 વર્ષ પહેલા જ્યારે આ વિસ્તારમાં જંગલ હતુ ત્યારે આસપાસનાં નેસડામાંથી ગોવાળો ગાયોને ચરાવવા માટે આવતા હતા.

ગોવાળો સાંજ પડતા ગાયોને નેસડે લઇ જઇને દોહ્તા હતા. જો કે કપિલા નામની એક ગાય નેસડે પહોંચ્યા પછી દૂધ ન આપતા ગોપ પરિવારને આચર્ય થયુ. ઘણા દિવસો આવુ ચાલ્યા બાદ ગોવાળે છુપાઇને કપિલા ગાય પર નજર રાખવાનું શરૂ કર્યુ. ત્યારે ખબર પડી કે આ ગાય રોજ ચોક્કચ જગ્યા પર જઇને ઉભે છે અને ત્યાં આપમેળે જ ગાયનાં આંચળમાંથી દૂધની ધારા વહેવા માંડે છે. ગોવાળોએ જઇને તપાસ કરતા ત્યાંથી શિવલીંગ મળી આવ્યુ, તે શિવલીંગ એટલે આજના કપિલેશ્વર મહાદેવ.

કપિલા ગાય પરથી તેનું નામકરણ કપિલેશ્વર મહાદેવ થયુ. આ સમગ્ર ઘટના આશરે 1800 વર્ષ જેટલી જૂની છે. શ્રાવણ માસ દરમિયાન કપિલેશ્વર મહાદેવ ખાતે આસપાસ તથા ઉતર ગુજરાતમાંથી ભક્તોની ભીડ જામે છે. શિવરાત્રી તથા જન્માષ્ટીનાં દિવસોમાં વિવિધ ઉત્સવો ઉજવાય છે. કપિલેશ્વર મહાદેવનું હાલનું મંદિર વર્ષ 2007માં જીર્ણોધ્ધાર કરીને ભવ્ય બનાવવામાં આવ્યુ છે. જેમાં બંસી પાટનાં પથ્થરોમાં સુંદર કોતરણી કલાગીરીનો ઉતમ નમુનો છે.

શ્રાવણીના મેળામાં લાખો ભાવિકો ઊમટે છે
કપિલેશ્વર મહાદેવનાં સાનીધ્યમાં દર વર્ષે શ્રાવણી અમાસનાં દિવસે ભવ્ય મેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. સમગ્ર પંથકમાં કપિલેશ્વર મહાદેવનો આ મેળો પ્રખ્યાત છે.

ભારતનું ત્રીજુ સ્વયંભૂ પ્રગટ શિવલીંગ
મંદિરનાં સુત્રોનુંસાર સમગ્ર ભારતમાં માત્ર 3 શિવલીંગ સ્વયંભૂ પ્રકટ થયેલા છે. જેમાં ઉતરાખંડ, આધ્રપ્રદેશ બાદ કલોલનું કપિલેશ્વર મહાદેવનું આ શિવલીંગ છે.

કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરાશે
મંદિર સુત્રોનાં જણાવ્યાનુંસાર કોરોના મહામારીને લઇને ખાસ કાળજી રાખવામાં આવશે. દર્શનાર્થીઓ માટે માસ્ક ફરજીયાત રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાશે.

દર્દીઓ માટે મંદિર તરફથી સેવાની સરવાણી કરાય છે
મંદિર દ્વારા ચલાવવામાં આવતા પુર્ણાનંદ ભોજનાલય પરથી સંતો તેમજ દવાખાનામાં દાખલ દર્દીઓને નિઃશુલ્ક ભોજન પહોચાડવામાં આવે છે. જ્યારે દર્શનાર્થીઓ તથા દર્દીઓનાં સગાને ટોકન ચાર્જમાં ભોજન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...