કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર સાંસદ અમિત શાહ આજે પોતાના મતવિસ્તારમાં કલોલ ખાતે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ તેઓ કલોલ ખાતે આવેલા પૌરાણિક મંદિર કપિલેશ્વર મહાદેવમાં તળાવની સમીક્ષા કરી હતી. તળાવની સમીક્ષા બાદ તેઓએ મંદિરમાં કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.
કપિલેશ્વર મહાદેવના દર્શન બાદ કલોલ ખાતે આવેલા સ્નેહ ગ્રીન ફ્લેટ ખાતે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મજા માણી હતી. જેમાં લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી. તેમાં અમિત શાહે તમામ કાર્યકરોની મુલાકાત લીધી હતી. તમામને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તેઓએ તલની ચીકી તેમજ સિંગની ચીકીથી મીઠું કરી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. કલોલ એટલે સાંસદ વિસ્તારનું મતવિસ્તાર ગણાતા કાર્યકરોમાં જુસ્સાનો પાર ન હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર વિસ્તારના સાંસદ અમિત શાહ જ્યારે કલોલના આંગણે હતા ત્યારે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર ઉર્ફે બકાજીએ અમિત શાહનું ઉસ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. તેમજ કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી પટેલ તેમજ જિલ્લાના પ્રમુખ મંત્રીઓ કાર્યકર્તાઓ વગેરે લોકોએ હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
ઉત્તરાયણ તહેવાર નિમિત્તે અમિત શાહે તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. અમિત શાહ તેમજ તેમની પત્ની કલોલના આંગણે ઉત્તરાયણની મજા માણી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.