તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કલોલ તાલુકાના ખાત્રજ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. જેના પગલે મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો નોકરીઓ માટે આવતા હોય છે. અને આસપાસના વિસ્તારમાં ઓરડીઓમાં રહેતા હોય છે. ત્યારે ખાત્રજની ઓરડીઓમાં રહેતા ત્રણ શખ્સોના ઘરે બાઈક પર આવેલા બે શખ્સોએ હાથફેરો કર્યો હતો. જેઓ પગારના 2.14 લાખ રોકડા સહિતની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેને પગલે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં આવેલી અરવિંદ મીલની પાછળ એક્વાફીલ પાણીની કંપની પાસે અમૃતભાઈ ચાંચીયાના રૂમો આવેલા છે. જ્યાં રહેતા આબાભાઈ મોતીભાઈ ડાંગ ખાત્રજની અરવિંદ મિલમાં કોન્ટ્રાક્ટ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. અને કંપનીમાં 42 મજૂરોને કોન્ટ્રાક્ટ પર રાખી તેમનો પગાર કરે છે.
જેઓ તા 17 ફેબ્રુઆરીના રોજ કંપનીના પગાર પેટેના રૂપિયા બે લાખ પોતાના ઘરે લાવ્યા હતા. તેમની ઓરડીના ઉપરના ભાગે ચણતરનું કામ ચાલતુ હોવાથી તે જોવા માટે તેઓ બીજા માળે ગયા હતા. તે સમયે બાઈક પર સવાર બે યુવાનો ત્યાં આવ્યા હતા. જેમાંથી એક શખ્સ પોતાનું બાઇક થોડે દૂર રાખ્યું હતું. અને બીજા શખ્સે અંદર પ્રવેશી ઓરડીઓમાં હાથફેરો કરી રહ્યો હતો. ત્યારે તેમના કારીગર અરવિંદભાઈ વશરામભાઈ ચૌહાણ તેમના ઘરમાંથી મોબાઇલ ચોરી કરી યુવક ભાગી રહ્યો હોવાના કારણે બૂમો બૂમાબૂમ કરી હતી. અને તેને પકડવા પાછળ દોડ્યા હતા. પણ એ યુવક બાઇક પર બેસી જતાં બીજા યુવકે બાઈક ભગાડી મુકી બન્ને પલાયન થઇ ગયા હતા.
જ્યારે રૂમોની તપાસ કરતા આ શખ્સો આબાભાઈના ઘરેથી મજૂરોના પગાર પેટેના રોકડા રૂ. 2,00,000 તેમજ અરવિંદભાઈના ઘરેથી રૂ. 8,000નો મોબાઈલ અને કનુભાઈ હંસાભાઈ સોલંકીના ઘર માંથી રૂ. 6,000નો મોબાઈલ મળી કુલ રૂ.2,14,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ આ અંગે સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક સવાર બે અજાણ્યા યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.