ફરિયાદ:જેઠલજ ગામમાં નજીવી બાબતે છરીથી હુમલો : 2 સામે ફરિયાદ

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એઠવાડનું પાણી ઢોળવાની બાબતે બે પરિવારજનો વચ્ચે બબાલ થઈ હતી

કલોલ તાલુકાના જેઠલજ ગામે આવેલ મલેકવાસમાં રહેતા આદબભાઇ હબિબભાઇ મલેક ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 1 જુનના રોજ તેઓ પોતાના ઘર પાસે ઉભા હતા. તે દરમિયાન તેમના ઘર પાસે રહેતા પરવિનબેન બચુભાઇ મલેક એઠવાડનું પાણી ઢોળતા તે પાણી આદબભાઇના પિતા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાણી તેમના પગ ઉપર પડ્યુ હતું.

દરમિયાન આ બાબતે ઠપકો આપતા પરવિનબેન ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારે આદિબભાઇએ વચ્ચે પડી ગાળો બોલવાની ના પાડતા આ મહિલાનો દિકરો અલ્તાફ બચુભાઇ મલેક એકદમ ઉશ્કેરાઇ જઇ વાળ પકડી છરીથી હુમલો કર્યો હતો. જેમાં અદિબભાઇના કપાળમાં છરી વાગતા હોબાળો મચી ગયો હતો. જાહેર યુવકને ખાત્રજ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલ લઇ જવાયો હતો. જેમાં તેના માથાના ભાગે 9 ટાંકા આવ્યા હતા.

આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર માતા પુત્ર અલ્તાફ બચુભાઇ મલેક તેમજ પરવિનબેન બચુભાઇ મલેક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેઠલજ ગામમાં આવી નજીવી બાબતે મારામારી થતા લોકો એકત્ર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...