તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ઈટલા ગામમાં ફાંસો ખાઇ યુવાને જીવન ટૂંકાવ્યું

કલોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલના ઈટલા ગામમાં આવેલ મહાદેવવાળા વાસમાં 30 વર્ષીય યુવાન વાસુજી કાંતિજી ઠાકોર પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ યુવાનેે અગમ્ય કારણોસર પોતાના સગાભાઈ ગીરધનભાઈના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘરના સભ્યોને આ અંગે જાણ થતાં દોડી આવેલ સભ્યો તેને નીચે ઉતારી માણસા સિવિલ લઈ ગયા હતા. પણ ફરજ પર હાજર તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. બનાવના પગલે સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે યુવાનના મોતના પગલે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...