તસ્કરોનો તરખાટ:મોટી ભોયણના બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો; 4.31 લાખની માલમત્તા ચોરી

કલોલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલોલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ
  • દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરો 3.46 લાખના સોના-ચાંદીના દાગીના અને 85 હજારની રોકડ રકમ ચોરી પલાયન થયા

કલોલ નજીક આવેલા મોટી ભોયણ ગામના બંધ ઘરનો નકુચો અને તાળા તોડી તસ્કર ટોળકી રૂ.4.31 લાખની માલમત્તા ચોરી પલાયન થઇ ગયા હોવાનો બનાવ સાંતેજ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. તેમાં જણાવાયા મુજબ ઘરના કબાટમાંથી રૂ. 3.46 લાખના સોના-ચાંદીના દાગીના અને 85 હજારની રોકડની ચોરી થવા પામી છે. ફરિયાદના આધારે પોલીસે તસ્કર ટોળકીનું પગેરૂ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગે કલોલના બોરીસણામાં રહેતા દિનેશભાઇ દરજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ હકીકત એવી છે કે દિનેશ દરજી મોટી ભોયણ ગામે મકાન ધરાવે છે અને ત્યાં તેઓ અને તેમના પિતા હરગોવનભાઇ દરજી કામ કરે છે. તેમના પિતા તા. 29 જુલાઇના રોજ દરજી કામ પતાવી ઘરને તાળા મારી સાંજે 7 વાગ્યે બોરીસણા ખાતેના ઘરે ગયા હતાં. તે પછી બીજા દિવસે સવારે તેઓ મોટી ભોયણ ખાતેના ઘરે ગયા ત્યારે દરવાજાનો નકુચો અને અંદરના દરવાજાના તાળા તુટેલા જોવા મળ્યા હતાં અને ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો. જેથી મારા પિતા હરગોવનભાઇએ ફોન કરી મકાનમાં ચોરી થઇ હોવાની જાણ કરતા હું ત્યાં પહોંચી ગયો હતો.

ઘરમાં જઇને જોતા અંદરના રૂમના તાળા તુટેલા હતા અને તિજોરી પણ તુટેલી હતી. તપાસ કરતા કબાટમાં મુકેલા રૂ. 3.46 લાખના દાગીના અને 85 હજારની રોકડ ચોરાઇ ગઇ હોવાનું જણાઇ આવ્યુ હતું. દિનેશભાઇ દરજીના મોટી ભોયણ ખાતેના મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. 59 હજારની કિંમતના 500 ગ્રામની ચાંદીના બે ચોરસા, રૂ. 1,06,000 કિંમતનું બે તોલાનું મંગળસૂત્ર, 1,06,000 કિંમતનું બે તોલા સોનાનું લોકીટ અને 75 હજારની સોનાની ચેઇન મળી કુલ રૂપિયા 3.46 લાખના દોગીના અને 85 હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા 4.31 લાખની માલમત્તા ચોરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...