વેપારીઓમાં રોષ:કલોલમાં શૌચાલય તોડી પડાતાં વેપારીઓએ બંધ પાળ્યો

કલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં શૌચાલય તોડી પાડવામાં આવતા વેપારીઓએ બંધ પાળ્યો હતો. - Divya Bhaskar
કલોલમાં શૌચાલય તોડી પાડવામાં આવતા વેપારીઓએ બંધ પાળ્યો હતો.
  • નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે રોષ ભભૂક્યો

કલોલ નગરપાલિકા દ્વારા શહેરના પાંચ હાટડી બજાર વિસ્તારમાં સ્થિત જાહેર શૌચાલય તોડી પાડવાનાં વિરોધમાં વેપારીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે અને અગાઉ આ જ વિસ્તારમાં શૌચાલય બનાવી આપવાની માંગણી સાથે વેપારીઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. ત્યારબાદ શનિવારે બંધનું એલાન આપી દુકાનો બંધ રાખી હતી અને શૌચાલય બનાવવાની ફરી માગણી કરવામાં આવી હતી.

વેપારીઓનાં જણાવ્યાનુંસાર કલોલ શહેરના પાંચ હાટડી બજાર વિસ્તારમાં કલોલ નગરપાલિકા દ્વારા શૌચાલય કિન્નાખોરી રાખીને તોડી પાડવામાં આવ્યું છે. જેને લઇને ભારે વિવાદ સર્જાયો છે. વેપારીઓની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને બીજી અન્ય કોઈ સુવિધા ન હોવા છતાં નગરપાલિકાએ શૌચાલય તોડી પાડ્યું છે. જેના કારણે વેપારીઓને તકલીફો ઉભી થવા પામી છે. આ શૌચાલય તોડી પાડવા બાબતે વેપારીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

થોડા દિવસો પૂર્વે વેપારીઓ એકત્ર થઇને નગરપાલિકાની કચેરીએ ગયા હતા. જ્યાં તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આ મુદ્દે અલ્ટીમેટમ આપ્યુ હતુ. ત્યારબાદ શનિવારે પાંચ હાટડી બજાર વિસ્તાર બંધનું એલાન આપતા તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ વહેલીતકે શૌચાલય બનાવી આપવામા નહી આવે તો વિરોધ વધુ ઉગ્ર થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...