કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી જેવા ગુનામાં બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ વેરશીભાઈ દેસાઈને તાલુકા પોલીસે છત્રાલ પાસેથી ચાની કીટલી પરથી પકડી પાડ્યો. નાયબ પોલીસ અધિક્ષક પી.ડી. મનવારના સૂચના અનુસાર કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ નાસ્તો ફરતો આરોપી પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. પટેલ તથા પી.એસ.આઇ એમ. એચ. દેસાઈ તથા સર્વેલ વંશના માણસો વિજયસિંહ, વિરેન્દ્રભાઈ, મહાવીર સિંહ, વિરેન્દ્રસિંહ તથા અન્ય બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ વેરશીભાઈ દેસાઈને ખાનગી રહે બાતમી મળતા છત્રાલ બ્રિજ નીચે ચાની કીટલી પાસે બાંકડા પરથી દબોચી લેવામાં આવ્યો હતો.
આરોપી અગાઉ સાબરમતી જેલથી પેરોલ જમ્પ કરી પણ ફરાર થયેલ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહુ લાંબો છે. મુકેશભાઈ વેરશીભાઈ દેસાઈ અમદાવાદના વાસણા, સોલા, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા ડીસીબી પોલીસ સ્ટેશન, વટવા, નિકોલ, શાહપુર ઘાટલોડીયા વસ્ત્રાપુર, સાબરમતી, કણભા, આનંદ નગર, પાલડી, એમ અમદાવાદ શહેર તથા અમદાવાદ રૂલરના પોલીસ સ્ટેશનમાં જમીન મેટર તથા મારામારીના કુલ 27 જેટલા ગુના દાખલ થયેલ છે. જેમાં કુખ્યાત આરોપી મુકેશભાઈ વેરજીભાઈ દેસાઈ સાબરમતી જેલથી પેરોલ જમ્પ કરી પણ ફરાર થયેલ છે. કલોલ તાલુકાના ગુનામાં પણ છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો. જેમાં કલોલ તાલુકા પોલીસ છે. આરોપી મુકેશ વેરશીભાઈ દેસાઈને ધબોચીને પોલીસના પાંજરા ભેગો કરી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.