નવી કારોબારીમાં ભંગાણ:કલોલ નગરપાલિકા દ્વારા વારંવાર અવગણના થવાથી કંટાળીને કાઉન્સિલરે રાજીનામું આપ્યું, તાજેતરની સામાન્ય સભામાં જ ચેરમેન તરીકે થઈ હતી નિમણૂક

કલોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતના ભાજપના કાઉન્સિલર ઠાકોર જશોદાબેન હર્ષદ કુમારે નગરપાલિકાના ત્રાસથી રાજીનામું આપ્યું. તાજેતરમાં જ સામાન્ય સભામાં નવા કારોબારી ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી. એમાં ગુમાસ્તાધારાના ચેરમેન તરીકે ઠાકોર જશોદાબેન હર્ષદકુમારની વરણી થઈ હતી.

નગરપાલીકાની નોટીસમાંથી ચેરમેનનો નામ ગાયબ
નગરપાલીકાની નોટીસમાંથી ચેરમેનનો નામ ગાયબ

પબ્લિક નોટિસમાં નામ ન હોવાથી કાઉન્સિલર ભડક્યા
પરંતુ તારીખ 4/9/2012ના રોજ કલોલની લોકલ એડવર્ટાઈઝમેન્ટ એજન્સીમાં જાહેરાત પરિપત્રમાં નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા અંગેની પબ્લિક નોટિસ આપી હતી. તો તે જાહેરાતમાં ઠાકોર જશોદાબેન હર્ષદ કુમારનું નામ લખ્યું ન હોવાથી અને તે બાબતે જશોદાબેન ઠાકોરને ચેરમેન તરીકે કોઈપણ જાણ કરવામાં પણ આવી ન હતી.

કલોલ નગરપાલિકા અને ભાજપ સંગઠનને રાજીનામું મોકલ્યું
કલોલ નગરપાલિકા અને ભાજપ સંગઠનને રાજીનામું મોકલ્યું

રાજીનામું લખીને કલોલ નગરપાલિકામાં જમા કરાવ્યું
આ મામલે જશોદાબેનના કહેવા પ્રમાણે કે, ચેરમેન તરીકેની પૂરેપૂરી તેમની અવગણના થાય છે. જેથી કરીને મારા ઠાકોર સમાજને તથા કલોલ નગરજનોને સારું કામ ચેરમેન તરીકે આપી શકું તેમ નથી. જેથી હોદ્દા ઉપર રહેવાનો કોઈ અર્થ પણ નથી. તે માટે થઈને જશોદાબેને રાજીનામું લખીને કલોલ નગરપાલિકામાં જમા કરાવી દીધું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો વધ્યો છે. લોકો તેને લઈ જુદા જુદા તર્ક-વિતર્ક લગાવવાનું શરૂ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...