તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કલોલ બ્લાસ્ટમાં ભોગ બનેલા દવે પરિવારમાં ત્રીજું મોત થયું છે, બ્લાસ્ટમાં દાઝી ગયેલાં 75 વર્ષીય હંસાબેન વિરેન્દ્રભાઈ દવેનું શનિવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. 22 ડિસેમ્બરના રોજ મંગળવારે કલોલ પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેમનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં સારવાર માટે ખસેડાયાં હતાં. મૃતક અમિતના પિતા જનકભાઈ વિરેન્દ્રભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ તથા ભાભી કેનેડા રહે છે.
જેને પગલે સગાંવહાલાંએ તેમને જાણ કરતાં ગુરુવારે તેઓ આવી પહોંચ્યાં હતાં. પુત્રના અંતિમસંસ્કાર માટે માંડ હિંમત ભેગી પરિવારે તૈયારી કરી હતી. ત્યાં એ જ દિવસે પુત્રવધૂ પિનલનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને પગલે દંપતીના સાથે અંતિમસંસ્કાર કરાયા હતા. ત્યારે હવે શનિવારે રાત્રે બ્લાસ્ટમાં દાઝી ગયેલાં હંસાબેનનું મોત થયું હતું. છેલ્લા કેટલાક સમયથી પથારીવશ રહેલાં વૃદ્ધાનું સારવાર દરમિયાન તેમનું મોત થયું, અમદાવાદમાં જ તેમના અંતિમસંસ્કાર કરાયા હતા.
ઘટનાના એક અઠવાડિયા છતાં બ્લાસ્ટનું કારણ શું તે હજુ સુધી સામે ન આવ્યું નથી. એક તરફ બ્લાસ્ટ સ્થળ અને આસપાસ ગેસનું પ્રમાણ મળવું, નીચેથી ઓએનજીસીની લાઈન મળવી જેવા વિવિધ પાસા સામે આવતા મામલો ગુંચવાયો છે. ત્યારે એફએસએલ દ્વારા સ્થળ પરથી નમૂના લેવાયા છે.
સોમવારથી બાનું ડાયાલિસિસ શરૂ થવાનું હતું
આ અંગે મૃતકના પૌત્ર રવિ દવેએ જણાવ્યું હતું કે, ‘બાને અમે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ડાયાલિસિસનું કહેતાં અમે તેમને અમદાવાદ સિવિલ ખસેડ્યા હતા. જ્યાં શનિ-રવિ કોઈ ખાસ ડોક્ટર ન હોવાથી સોમવારથી તેમને ડાયાાલિસિસની પ્રક્રિયા શરૂ થવાની હતી. જોકે શનિવારે સાંજે તેમની તબિયત બગડી હતી અને જેને પગલે અમને ફોન આવ્યો કે બા છેલ્લા શ્વાસ ગણે છે. જેને પગલે મે મારા કાકાને ફોન કરતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેઓને ત્યાંથી પોસ્ટમોર્ટમ વિભાગમાં લઈ ગયા હતા. કોઈ હતા નહીં એટલે મારા કાકા અને તેમના છોકરાએ બાની બોડીને ઉચકીને પોસ્ટમોર્ટમ રૂમમાં જાતે લઈ ગયા હતા. ત્યાં હાજર એટેન્ડન્ટે સવારે આવવાનું કહ્યું હતું. જેને પગલે સવાર આઠ વાગ્યાથી અમે હોસ્પિટલ બહાર બેસી ગયા હતા, જે બધી પ્રક્રિયા થતાં 11 વાગી ગયા હતા.’
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.