ચંદનની ચોરી:કલોલના પલિયડમાં ચોરો ચંદનના વૃક્ષો કાપી ચોરી ગયા; પોલીસે વધુ તાપાસ હાથ ધરી

કલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના ગામમાં રહેતા ગોવિંદભાઈ મફતલાલ પટેલના કૌટુંબિક ભાઈ બીપીનભાઈ ગોવિંદભાઈ પટેલના ખેતરમાં રખેવાળ તરીકે નોકરી કરતા ઠાકોર નાથાજી સદુજીનો ફોન ગોવિંદભાઈ ઉપર ગયો અને કહ્યું કે શેઠ આપણા ખેતરમાંથી ચંદનના વૃક્ષો કાપીને કોક ચોરી ગયું છે. ગોવિંદભાઈ નાથાજીની વાત સાંભળતા જ તાબડતોડ સ્થળ ઉપર પહોંચી ગયા. ત્યારે ગોવિંદભાઈને ઠાકોર નાથાજીએ જણાવ્યું કે, બપોરે આશરે એકાદ વાગે હું અહીંયા ખેતરમાં આવ્યો તો મેં જોયું હતું કે ખેતરમા ચંદનના ચાર જેટલા લીલા ઝાડ ચોરો કાપીને લઈ ગયા હતા. અને ગઈકાલે બપોરે તો મેં જોયું હતું કે ચંદનના ઝાડને બધું વ્યવસ્થિત જ હતું.

ચંદનના ઝાડની ગણતરી કરતા ખબર પડી
જેથી ગોવિંદભાઈએ ખેતરમાં જેટલા ચંદનના ઝાડ વાવ્યા હતા તેની ગણતરી ચાલુ કરી અને ગણતરી કરી ત્યારે ખબર પડી કે ચાર જેટલા ચંદનના ઝાડ ચોરો કાપીને ચોરી ગયા છે. જેથી એક ચંદનના ઝાડની કિંમત 10000 રૂપિયા લેખે ગણી ચાર ચંદનના ઝાડના 40 હજાર રૂપિયાની ચોરી થઈ હોવાની કાયદેસરની પોલીસ ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનએ નોંધાવી હતી. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને અજાણા ચોર વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...