ચોરી:કલોલમાં પોસ્ટના એજન્ટની થેલી કાપી 96 હજારની ચોરી

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોના નાણાં ભરવા એજન્ટ આવ્યો હતો

કલોલ શહેરમાં ચીલ ઝડપ અને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાના બનાવો સામે આવી રહ્યા છે. પોસ્ટનો એજન્ટ ગ્રાહકના પૈસા ભરવા માટે બાંકડા ઉપર બેઠો હતો ત્યારે કોઈ ગઠિયો થેલી કાપીને રૂપિયા 96 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયો હતો. આ અંગેની ફરિયાદ આધારે કલોલ શહેર પોલીસે કસબ અજમાવનાર ગઠિયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા અને પોસ્ટ ઓફિસના એજન્ટ તરીકે પાર્થિવ રોહિતભાઈ પરીખ કામ કરે છે. તેઓ પોસ્ટ ઓફિસમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના ગ્રાહક મંજુલાબેન અગ્રવાલ એ PPFમાં પૈસા મૂકવા હોવાથી બોલાવ્યા હતા. જેથી પાર્થિવભાઈ તેમના ઘરે જતા મંજુલાબેને PPF માં ભરવા માટે રૂપિયા 95 હજાર રોકડા આપ્યા હતા. તે પૈસા તેમણે કપડાની થેલીમાં મૂકી બાઇક લઈને નીકળ્યા હતા. અને રસ્તામાં બીજા ગ્રાહક લીનાબેન શાહના ઘરે જઈ તેમના ખાતામાં પૈસા ભરવા માટે રૂપિયા 1 હજાર રોકડા લીધા હતા. તે પૈસા પણ થેલીમાં મૂક્યા હતા.

દરમિયાન પાર્થિવભાઇ ખૂની બંગલા પાસે આવેલી પોસ્ટ ઓફિસમાં ગયા હતા. જ્યાં ગ્રાહકના પૈસા ભરવા માટે તેઓ બાંકડા ઉપર લાઈનમાં બેઠા હતા. કપડાની થેલી તેમની બાજુમાં બાંકડા ઉપર મૂકી હતી. ત્યારે એક પરીચિત બેહેનએ રૂપિયા 50 હજાર આપવાનું કહેતાં પાર્થિવભાઈ પૈસા કાઢવા જતા કાપડની થેલી કપાયેલી જોવા મળી હતી. કોઈ ગઠિયો થેલીને કાપો મારી અંદરથી રૂપિયા 96 હજારની રકમ ચોરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...