કલોલ નારદીપુર ખાતે કરિયાણાની દુકાનમાં ગઠિયાઓ હાથ સાફ કરી ગયા હતા. કરિયાણાની દુકાનમાંથી તેલના ડબ્બા તેમજ ચા તેમજ બીજી પરચુરણ આઈટમો એમ કુલ 94 હજારથી વધુની ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો. જે બાબતની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન નોંધાઈ હતી.
કલોલના નારદીપુર મુકામે ગામની ભાગોળમાં મહાકાળી મંદિરની સામે ઉમિયા કિરાણા સ્ટોરની દુકાન ચલાવતા ભરત વિઠ્ઠલ પટેલ તેમની કરિયાણાની દુકાનની સામે જ પોતાનું ગોડાઉન પણ આવેલું છે. જેઓ રાબેતા મુજબ પોતાની દુકાન ખોલી ગઈકાલે રાતે 10:00 વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી પોતાના ઘરે જતા રહ્યાં હતા.
બીજા દિવસ સવારે 5:30 વાગ્યાના આસપાસ બાજુમાં રહેતા સંજય મહેશ પટેલને ચા આપવા ગયા હતા. તે સમયે તેઓએ જણાવ્યું કે, તમારા દુકાનનું ગોડાઉનનું શટલ ખુલ્લું છે. તેવું કહેતા જ તરત જ ભરત દુકાનના સામે આવેલા ગોડાઉનમાં પહોંચી ગયા. ગોડાઉનમાં જઈ જોયું તો સામાન બધો વેરવિખેર પડેલો હતો અને શટરનું તારું તુટલી હાલતમાં બાજુમાં પડી હતું. જેથી અંદર જઈને જોતા ઘણો બધો માલ સામાનની ચોરી થઈ હોય તેવું જણાઈ આવતું હતું. તેમાં તેમની તપાસ કરતા તેલના ડબ્બા, તેમજ તેલના પાંચ લીટરના કેરબા, તેલના એક લિટરના પાઉચ, પેલા બે લીટરના પાઉચ, ચા ના પેકેટો, તેમજ પરચુરણ વસ્તુ એમ કુલ 94,400 નો કરિયાણાનો સામાન ગોડાઉનમાંથી ગાયબ હતો.
જે બાબતથી પોતાના ગોડાઉનમાં ચોરી થવાનું માલુમ પડ્યું હોવાથી તેમને કલોલ તાલુકા પોલીસ મથકે કોઈ અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.