આંગણવાડી બહેનોનો રોષ ભભૂકી ઉઠ્યો:કલોલમાં ધરણા પર બેઠેલી મહિલાઓએ કહ્યું- અમને જેલ ભેગી કરી દેવાની ધમકી આપવામાં આવી; ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આશાવર્કરોની મુલાકાત લીઘી

કલોલએક મહિનો પહેલા

ગઈકાલે આંગણવાડી બહેનો પગાર વધારાની માંગને લઈને મામલતદાર કચેરીએ ધરણા કર્યા હતા. જે બાબતને લઈને આંગણવાડી બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનોને કહેવા પ્રમાણે જ્યાં સુધી તેમનો પગાર નહીં વધે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા માટેની માંગ હતી. જે બાબતને લઈને આજે સરકાર દ્વારા આંગણવાડી બહેનોને જેલ ભેગા કરી દેવાની ચીમકી આપી હોવાની આંગણવાડીની બહેનોએ જણાવ્યું હતુ. તે બાબતને લઈને આંગણવાડી બહેનોમાં વ્યાપક રોષ ભભૂકી ઊઠ્યો હતો.

આંગણવાડી બહેનોને જેલ ભેગા કરી દેવાની બાબત કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને જાણ થતાની સાથે જ આંગણવાડી બહેનોને મળવા માટે તાબડતોડ મામલતદાર ઓફિસ આવી ગયા હતા. અને પ્રાંત અધિકારીને જણાવ્યું હતું કે, બહેનોને હક માટે એમને લડવા દેવા જોઈએ. તેના માટે આપ એમને આવી રીતે રોકી શકો નહીં.

મુખ્યત્વે એમના 10 મુદ્દાને લઈને તેઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. માનદવેતનના નામે નજીવા વેતનથી કામ કરતી મહિલાઓને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ થતું મહેનતાણું ચુકવી આપે લઘુત્તમ માસિક 18000 થી 22,000 ની બહેનોની માંગણી હતી. સરકારના તમામ ધારા ધોરણ અનુસાર કામ કરતી મહિલા કર્મચારીને સરકારી કર્મચારી તરીકે જાહેર કરો. આંગણવાડીનો સમય 10 થી 4 નો કરવા માંગ. નિવૃત થયા પછી જેમ સરકારી કર્મચારીને લાભ મળે છે તે તમામ લાભ પણ આંગણવાડી બહેનોને મળવા જોઈએ. તેડા ઘરને કાર્યકરનું તથા કાર્યકરને મુખ્ય સેવિકાની નામ નિયુક્તિ કોઈપણ જાતની વયમર્યાદા સિવાય 45 વર્ષની વયમર્યાદાનો પરિપત્ર કરો. નિયામકના પરિપત્ર તેમજ ત્યારપછીની ગાઈડ લાઈન મુજબ icdcsને લગતી કામગીરી સિવાયની અન્ય કામગીરી લેવાની મનાઈ હોવા છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા બળજબરીથી કામગીરી લઈ મહિલા કર્મચારીઓને પરેશાન કરી પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે બંધ કરો.

કાર્યકરો પાસેથી રજીસ્ટર તેમજ મોબાઇલ એપ બંનેથી કામગીરી લેવાની પ્રથા બંધ કરી ગમે તે એક જ સિસ્ટમ અપનાવો. સરકારની યોજનાઓ જેવી કે પોષણ સુધા, વાલી દિકરી, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, દૂધ સંજીવની યોજના આ તમામ યોજનાઓને ન્યાય આપવાનું તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું તેમજ અવારનવાર સોંપવામાં આવતા અન્ય કાર્યો તાલીમ તેમજ મીટીંગ વગેરે કાર્યોનો બોજ ધારા કરતા ઘણો જ વધારે છે. જેથી જે કાર્ય બોજ હળવો કરવા પણ મોટી માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...