તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સાંતેજમાં છૂટાછેડાની ધમકી બાદ પત્નીએ ફરિયાદ નોંધાવી

કલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફરિયાદીને મારી નાંખવાની પણ ધમકી મળ્યાનો ઉલ્લેખ
 • પારકી સ્ત્રીના સંપર્ક બાદ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ

છૂટાછેડા આપવા ધમકી આપતા પતિ સામે પત્નીએ સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પારકી સ્ત્રીના સંપર્કમાં આવ્યા બાદ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. તેના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કલોલ તાલુકાના સાંતેજ ગામમાં રહેતી ચંપાબેન ઠાકોરે પોલીસ ફરિયાદમાં એવી હકીકત જણાવી છે કે મારા પતિ કનુજી રઇજીજી ઠાકોર મોબાઇલ ફોન એસેસરીઝની દુકાન ચલાવે છે. મારે સંતાનમાં 18 અને 15 વર્ષની બે દિકરી પણ છે. આ દરમિયાન આ મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે મારા પતિ છેલ્લા બે વર્ષથી ગામની એક સ્ત્રીના સંપર્કમાં આવ્યા બાદ મારઝુડ કરી તુ ગમતી નથી તેમ કહી ઝઘડા કરતા હતાં. મોટી થયેલી દિકરીઓના ભવિષ્યને લઇ હું મુંગા મોઢે મારા પતિનો ત્રાસ સહન કરતી હતી. જ્યારે વધુ મારઝુડ કરે ત્યારે મારા ભાઇઓને વાત કરુ ત્યારે તે મને સમજાવીને સાસરીમાં રહેવાની સલાહ આપતા હતા.

દરમિયાન મારા પતિએ છેલ્લે એક મહિનાથી ઘરે આવવાનું બંધ કરી પરસ્ત્રીના ઘરે રહે છે અને તા 26-11-20ના રોજ વકીલ મારફતે છુટાછેડાની નોટિસ આપી મને ધમકી આપી હતી કે છુટાછેડા નહીં આપે તો તને જાનથી મારી નાંખીશ. આવી હકીકત સાથેની ફરિયાદ મહિલાએ તેના પતિ કનુજી રઇજીજી ઠાકોર વિરુધ્ધમાં નોંધાવી છે. તના આધારે સાંતેજ પોલીસે કનુ ઠાકોર વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સમાજમાં છેલ્લાં કેટલાંક સમયથી આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી તે સમાજ માટે લાલબત્તી સમાન છે તેથી સમાજે આ ઉપરાંત મહીલાઓના અધિકાર માટે કામ કરતી સંસ્થાઓએ તેની સામે જાગ્રત થવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો