કલોલમાં વકિલના વિલામાં ચોરીનો પ્રયાસ:બે ઈસમો દરવાજો તોડવાની મથામણ કરતા હતા ને વકિલ ફોન પર લાઈવ જોઈ રહ્યા હતા, પોલીસ દોડી આવી

કલોલ12 દિવસ પહેલા
  • સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઉંમર આશરે 25થી 30 વર્ષની હતી
  • પોલીસને જાણ કરી અને વકીલે પોતાના દીકરાને જાસપુર આવેલા ફાર્મ ઉપર જવાનું કહ્યું

જાસપુર કેનાલ પાસે આવેલો ફાર્મ અમદાવાદ ખાતે વકીલાત કરતા બૈજુ હરીન્દ્ર ભગતના ચોરી કરવાનો પ્રયાસ થયો છે. જોકે ચોરી કરવા આવેલા બે ઈસમો રૂમના મુખ્ય દરવાજાને તોડતા દેખાતા અને બોરીની ગ્રીલ પણ તોડતા CCTVમાં કેદ થયા હતા. બીજીતરફ વકીલે સીસીટીવીમાં સમગ્ર ઘટના જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં બંને ચોર ભાગવામાં સફળ બની ગયા હતા.

વકિલ પરિવાર સાથે વીકમાં એકવાર વિલામાં આવે છે
પ્રાપ્ત માહિતી અનુસાર, બૈજુ હરેન્દ્ર ભગત આંબાવાડી વિસ્તારમાં રહે છે અને ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં જાસપુર પાસે આશરે પોણા બે વીઘામાં તેમનું ફાર્મ હાઉસ (વિક એન્ડ વિલા) આવેલું છે. જેમાં તેમને બે રૂમ વાળુ મકાન પણ બનાવેલું છે અને અઠવાડિયામાં એક-બે વાર ફેમિલી સાથે આ વિલામાં આવે છે. નજીકના ફાર્મ હાઉસ લીલાપુર ગ્રીનવુડનો માળી દિનેશ દરરોજ એકાદ કલાક માટે માળી કામ માટે પણ આવતો હોય છે. આ ફાર્મ હાઉસમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે.

CCTVના એલર્ટ મેસેજથી ભાંડો ફૂટ્યો
રાત્રીના 12 વાગ્યા પછી વકીલના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની એપ્લિકેશનમાં એલારામ વાગતા એમને એપ્લિકેશન ઓપન કરી જેમાં જોતા જાસપુરના ફાર્મ હાઉસમાં કોઈ અજાણ્યા બે ઈસમો પ્રવેશ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. તેથી વકીલે તરત જ પોલીસને જાણ કરી અને વકીલે પોતાના દીકરાને જાસપુર આવેલા ફાર્મ ઉપર જવાનું કહ્યું અને તે વખતે પોલીસની ગાડી પણ આવી ગયેલ અને ફાર્મ હાઉસને ચારેબાજુ ઘેરીને ચોરોને પકડવા તજવીજ હાથ ધરી હતી.

અનેક પ્રયાસો કર્યા, પણ દરવાજો તોડી ન શક્યા
જોકે ચોરો ભાગવામાં સફળ બની ગયા હતા. તેના પછી સીસીટીવી ફૂટેજ જોતા માલુમ થયું કે બે ઈસમો રૂમના મુખ્ય દરવાજાને તોડતા દેખાતા હતા અને બોરીની ગ્રીલ પણ તોડી નાખી હતી. આ બંને ચોરો મુખ્ય દરવાજાને તોડીને અંદર પ્રવેશવાની કોશિશ કરી હતી, પરંતુ દરવાજો સંપૂર્ણ તુટેલ ન હોવાથી પ્રવેશ કરી શક્યા નહીં સદ નસીબે કોઈ પણ વસ્તુની ચોરી થઈ પણ નહીં. સીસીટીવી ફૂટેજ જોયા ના આધારે ચોરોની ઉંમર આશરે 25થી 30 વર્ષની લાગતી હતી. આથી સાતેજ પોલીસે અજાણ્યા બે ઈસમો વકીલના ફાર્મ હાઉસ ઉપર ચોરીનો પ્રયાસ કરવાનો ​​​​​​​ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...