દુકાનમાં ચોરોએ તસ્કરી કરી:કલોલમાં થ્રેસરનું કામ કરતાં વેપારીને ત્યાં ચોરી, 20 દિવસ પહેલા થયેલી ચોરીની ફરિયાદ આજે નોંધાઈ

કલોલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ ઉમિયા રેસીડેન્સી હાઇવે રોડ ઉપર દુકાન નંબર 28 માં તસ્કરોએ ચોરી કરી હતી. લાલભાઈ પંચાલ જે અનમોલ રેસીડેન્સી ખાતે રહે છે. જેમના ગજાનંદ થ્રેસર એન્ડ એગ્રીકલ્ચર નામનો ધંધો કલોલ ઉમિયા રેસીડેન્સી હાઈવે રોડ ઉપર આવેલ છે. જે ગઈ તારીખ 16/7/2022 ના રોજ રાબેતા મુજબ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ દુકાન વસ્તી કરીને ઘરે નીકળી ગયેલા હતા. અને બીજા દિવસે રાબેતા મુજબ દુકાનમાં રાખેલ કારીગર રાજુભાઈ ગાભાજી ઠાકોર અને દુકાન માલિક લાલભાઈ પંચાલ સવારના 9:00 વાગે રોજિંદા ક્રમ મુજબ દુકાને પહોંચ્યા. તે સમયે દુકાનનું તાળું ન હતું. દુકાનનું શટર ઊંચું કરીને અંદર જોતા વેલ્ડીંગ મશીનનો કેબલ 60 ફૂટ જેટલો જેની અંદાજિત કિંમત 10000 તથા થ્રી ફેઝ ની બે નાની મોટરો જેની કિંમત 5000 તથા એગ્રીકલ્ચરનો એક પંખો જેની કિંમત 3000 એમ કુલ 18000 નો સામાન ચોરી થયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા.

ઘટનાની જાણ થતાની સાથે જ લાલભાઈ પંચાલે એમના સંબંધી પિયુષભાઈ દિનેશભાઈ પંચાલને ફોન કરીને જણાવેલ કે, તેઓની દુકાનમાં ચોરી થયેલી છે માટે પિયુષભાઈ દિનેશભાઈ પંચાલે તેમના મોબાઈલ દ્વારા એસપી ઓફિસ ખાતે ચોરી બાબતનો માત્ર મેલ કરેલ હતો જે બાબતે એ જ દિવસે કે પછીના દિવસોમાં રૂબરૂમાં પોલીસ સ્ટેશન કે એસપી ઓફિસ ખાતે ફરિયાદ નોંધાવા ગયેલ ન હતા. એસપી ઓફિસથી મેઈલ કલોલ પોલીસ સ્ટેશન આવતા કલોલ પોલીસે નિવેદન માટે લાલભાઈ પંચાલને બોલાવ્યા હતા. લાલભાઈ પંચાલ અને તેમના મિત્ર પ્રકાશભાઈ બંને જણા નિવેદન આપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. કે જેને અંદાજે 20 દિવસ અગાઉ થયેલી ચોરીની ફરિયાદ આજે કલોલ પોલીસ સ્ટેશન એ નોંધાઈ જે અંદાજિત 18000 ચોરી થયેલ છે. દુકાન માલિકને પાસે વાતચીત કરતા લાલભાઈ પંચાલે જણાવ્યું કે, અગાઉ પણ મારા ત્યાં બે થી ત્રણ વાર ચોરી થયેલી છે. પણ નાની મોટી ચોરી થઈ હોવાના કારણે મેં કોઈ ફરિયાદ આજ સુધી નોંધાવી નહીં. પણ હવે આ મોટો બનાવ થતા ફરિયાદ નોંધાવાની ફરજ પડી.

અન્ય સમાચારો પણ છે...