• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • The Son Who Left Home Saying He Was Going To Stop The Lorry In Kalol Did Not Return; When The Father Came To Know About The Matter, He Immediately Filed A Missing Complaint

બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ:કલોલમાં લારી બંધ કરવા જાવ છું કહીને ઘરેથી નીકળેલો દીકરો પરત ન ફર્યો; પિતાને વાતની જાણ થતાં તાત્કાલિક ગુમ થયાની ફરિયાદ નોંધાવી

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલમાં રહેતો યુપીનો પરિવાર જે પોતાનું ગુજરાન પકોડીની લારી ચલાવીને કરે છે. ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યાની આસપાસ બાળક 'હું લારી બંધ કરવા જાઉં છું' એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. જે હજુ સુધી ઘરે આવ્યો નથી જેથી બાળકના પિતાએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કલોલ હાડકા મિલની ચાલીમાં રહેતા રામ શંકર રામ દુલારે કુશવાહા જેવો પકોડીની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજે રાબેતા મુજબ પોતાની લારી લઈને કલોલ પોસ્ટ ઓફિસની સામે ધંધો કરતા હતા. તે સમય દરમિયાન ઘરેથી પત્નીનો ફોન આવ્યો અને પત્નીએ જણાવ્યું કે, આપણો દીકરો હજી સુધી લારી બંધ કરાવવા માટે આવ્યો નથી. ઘરેથી તો સાંજનો છ વાગ્યાનો લારી બંધ કરાવવા જાઉં છું એમ કહીને નીકળી ગયો છે પણ હજુ સુધી લારી ઉપર આવ્યો નથી. અને તેનો ફોન પણ ઘરે જ છે.

જેથી પિતા રામશંકર કાબરતોડ ઘરે પહોંચી આજુબાજુ તથા કલોલ ટાઉનમાં તપાસ કરતાં દીકરાની કોઈ ભાળ મળી આવી નથી. જેથી સગા સંબંધી તેમજ ઓળખીતાઓને ફોન કરીને પણ તપાસ કરતા દીકરો મળી આવેલો ન હતો. માટે દીકરો મળી ન આવતા અંતે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...