તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:રાંચરડાની ખેતીની જમીન બોગસ પાવરથી વેચી મારવાનું કૌભાંડ

કલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2006માં ગુનો આચરનારા 7 સામે ફરિયાદ, 2 આરોપી સામે 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા

તાલુકાના રાંચરડા ગામમાં આવેલી કરોડોની કિંમતની ખેતીની જમીન બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચી મારવાના કૌભાંડનો 14 વર્ષ બાદ પર્દાફાશ થયો છે. શહેર પોલીસે 1 મહિલા સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં 2 આરોપીની ધરપકડ કરાઈ છેે, જેના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયાં છે.

જેમાં રણછોડભાઈ ઉર્ફે ડગરી પટેલ અને જય રામ રબારીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં 11 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.કલોલના રણછોડપુરાના રહીશ રમણજી મંગાજી ઠાકોરે કલોલ શહેર પોલીસ મથકમાં જમીન કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી. તે મજબ વર્ષ ઓગસ્ટ 2006માં જમીન વેચી દેવા કારસો રચવામાં આવ્યો હતો. તે પછી સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અને ફીંગરપ્રિન્ટ નિષ્ણાંત સહિતના નિષ્ણાંતોના રિપોર્ટના આધારે આરોપીઓનું કૌભાંડ ખુલ્યુ હતું. તે પછી કૌભાંડી જમીન બીજી વખત પણ વેચી વધુ એક વખત કૌભાંડ આચર્યુ હતું. ફરિયાદ મુજબ ગુનાની હકીકત એવી છે કે રણછોડભાઇ ઉર્ફે ડગરી અંબાલાલ પટેલે ખોટા અને બનાવટી પાવરો બનાવી તેમા ખેડુતોની ખોટી સહીઓ તથા અંગુઠા કરીને જમીન વેચી મારી હતી.

આ પ્રકારના અનેક ગુના ડગરી વિરૂધ્ધ નોંધાયા હોવાનું ખુલ્યુ છે. તેમજ આરોપી શ્વેતાબેન પટેલ, જયરામભાઇ રબારી, કિર્તીભાઇ જીવણભાઇ ભરવાડ વિરૂધ્ધમા પણ જમીનની છેતરપીડી અને વિશ્ર્વાસઘાત કર્યા અંગેના આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે.કૌભાંડની વિગત ફરિયાદી રમણજી ઠાકોરની માલિકીની ખેતીની જમીન પચાવી પાડી હતી. તેમા રમણજીની ખોટી ઓળખાણ આપી આરોપી રણછોડભાઇએ સહી કરી પાવરના આધારે આ બંને આરોપીએ આ જમીન ચંન્દ્રકાંન્ત રમણભાઇ પટેલને વેચાણ આપી હતી. તે પછી ચંન્દ્રકાંન્તભાઇએ પોતાના શેઠની દીકરી સ્વેતાબેન પ્રબોધચંન્દ્રને આ જમીન વેચાણ આપી હતી. આ જમીન ઉપર કોર્ટનો સ્ટે હોવા છતા કાવતરાના ભાગ રૂપે સ્વેતાબેને આ જમીન પોતાના ભાઇ સૌમીલ પ્રબોધચંન્દ્ર પટેલને બક્ષિસ આપી દીધી હતી.

ત્યાર બાદ સ્વેતાબેન તથા સૌમીલે કોર્ટના હુકમની અવગણના કરી વેચાણ અવેજ મેળવવા જયરામભાઇ, માલજીભાઇ તથા કિર્તીભાઇને વર્ષ 2007મા રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી જમીન વેચાણ આપી હતી. તે પછી જયરામભાઇ તથા માલજીભાઇ તથા કિર્તીભાઇએ ગેરકાયદેસર રીતે મોડી રાતના હથીયારો સાથે રમણજીની જમીનમા પ્રવેશ કરી હુમલો કર્યો હતો અને ગેરકાયદે જમીનનો કબ્જો લીધો હતો. તેમજ ખોટા અને બનાવટી પાવર આધારે કોર્ટની પ્રોસેસ તથા કોર્ટના હુકમથી બચવા માટે તમામ આરોપીઓએ પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી, તા.23/06/2011 પછી કોઇપણ સમયે કોર્ટમાથી કોર્ટના કર્મચારી સાથે મળી જઇ કોર્ટના ચાર્જશીટના અસલ કાગળો, કિમતી દસ્તાવેજો અને ઓરીજનલ મુદ્દામાલ પોતાના અંગત ફાયદા સારૂ નાશ કરવાના ઇરાદે મેળવી ગુનો આચર્યો હતો.

સંડોવાયેલા આરોપીઓ
(1) રણછોડભાઇ ઉર્ફે ડગરી અંબાલાલ પટેલ રહે. રાંચરડા, પટેલ વાસ,
(2)ચંન્દ્રકાંન્ત રમણભાઇ પટેલ રહે. જેતલપુર, અમદાવાદ,
(3) સ્વેતાબેન પ્રબોધચંન્દ્ર પટેલ રહે. રાંચરડા સીમ,
(4) સૌમીલ પ્રબોધચંન્દ્ર પટેલ રહે. ઉર્મીલ, આંબાવાડી, અમદાવાદ,
(5) જયરામભાઇ ચેહોરભાઇ રબારી
(6) માલજીભાઇ ચેહોરભાઇ રબારી બંને રહે. વસ્ત્રાપુર ક્રોસીંગ પાસે, વેજલપુર, અમદાવાદ
(7) કિર્તીભાઇ જીવણભાઇ ભરવાડ રહે. ૧૬, વૃંદાવન સોસાયટી, સોલા, અમદાવાદનો આરોપી તરીકે સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો