અકસ્માત:બળાત્કારના આરોપીને લઈને તપાસમાં નીકળેલી પોલીસને અકસ્માત નડ્યો

કલોલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાના ગરુડેશ્વર પોલીસ મથકના ગુનાના આરોપીને છત્રાલ લઇ જવાતો હતો

કલોલ સઈજ ઓવરબ્રિજ પાસે બળાત્કારના આરોપીને લઈને તપાસમાં નીકળેલી પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. કલોલ ખાતે શુક્રવારે સવારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનની ગાડીને આ અકસ્માત નડ્યો હતો. કેવડીયા કોલોની ખાતે રહેતાં પીએસઆઈ સંતોષ મીશ્રા ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બળાત્કાર-પોક્સોના કેસના આરોપીને લઈને નીકળ્યા હતા.

રિમાન્ડ હેઠળના આરોપી શિવ રામાભાઈ ભીલ (રહે-ચોસલાપુરા, નરસવાડી, છોટાઉદેપુર)ને લઈને તપાસ માટે કલોલના છત્રાલ માટે નીકળ્યા હતા. પરોઢીયે 4:35 કલાકે નીકળેલી પોલીસની ટીમ સવારે 8 વાગ્યે કલોલ ખાતે પહોંચી હતી.

કલોલમાં સઈજ ઓવરબ્રિજ ક્રોસ કરતાં સમયે એક ટ્રક ચાલકે પોલીસની ગાડીને પાછળથી ટક્કર મારી હતી, જેમાં પોલીસની ગાડી ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં જેમાં પીએસઆઈ સંતોષ મિત્રા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ, વુમન કોન્સ્ટેબલ નિરાલીબેન દેવડા, જીઆરડી પિન્ટુ તડવી તથા આરોપી શીવ ભીલને શરીરે બેઠો માર વાગ્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. કલોલ ખાતે તમામ લોકોએ પ્રાથમિક સારવાલ લઈને આ અંગે પીએસઆઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડીને ટક્કર મારીને ભાગી ગયેલા RJ-04-GB-2487 નંબરના ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...