કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા નવ નિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ તા. 3 જાન્યુઆરીના રોજ બીસીસીઆઈ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ફાઇનાન્સ કમિટી આઈસીસીના ચેરમેન જયભાઈ શાહના હસ્તે યોજવામાં આવશે.
1935માં કલોલ તાલુકા કેળવણી મંડળની સ્થાપના કરાઇ હતી. સંસ્થાની વિવિધ સ્કૂલો, કોલેજોમાં કેજીથી કોલેજ સુધી 15 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવે છે. શિક્ષણ ક્ષેત્રે કલોલ શહેર અને તાલુકામાં એક વટવૃક્ષ બનેલી આ સંસ્થાએ ઉત્તમ ખેલાડીઓનું નિર્માણ કરવા ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આ સંસ્થા દ્વારા નિર્માણધીન 153×123 મીટરના ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટનનો સમારોહ વખારીયા કેમ્પસમાં મંગળવારે સવારે 10:00 વાગ્યે મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે પાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ, એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, અમિતભાઈ શાહ, લક્ષ્મણજી ઠાકોર( બકાજી) અને કૌશિક જૈન તેમજ ભાજપના સહપ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલ હાજર રહેશે. તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી પ્રફુલભાઈ તલસાણીયા, ઉપ્રમુખ રાજેન્દ્રભાઈ શેઠ, મંત્રી સંજયભાઈ શાહ અને જેઠાભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.