ક્રાઇમ:કલોલના ખાત્રજ ગામેથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી

કલોલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલા સાથે કામ કરતા કર્મીએ ગળું કાપી હત્યા કરી હતી
  • હોટલમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી

કલોલ તાલુકાના ખાત્રજ ગામે આવેલી મનાલી હોટલમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરતા આ મહિલાની સાથે કંપનીમાં કામ કરતા તેના સાથીદાર મહિલાની ગળુ કાપીને હત્યા કરી હોવાનું માલુમ પડતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

કલોલ તાલુકાના ખાત્રજ ગામે આવેલી મનાલી હોટલના રૂમ નંબર 208 માંથી એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલાના હાથ પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનું ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહિલા ની ઓળખ થઈ હતી આ મહિલા ખાત્રજ માં રહેતી રૂબીદેવી ઉમેશ મંડળની હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે તેના પતિની ફરિયાદના આધારે મહિલાની હત્યા કરનાર રાજુસિંહ ઇન્દ્રબહાદુરસિંહ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આ શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. રૂબી દેવી મોટી ભોયણ ખાતે આવેલ નેક પોલીમર્સ કંપની માં રાજુ સિંહ ઇન્દ્ર બહાદુરસિંહ ના હાથ નીચે કામ કરતી હતી અને આ રાજુસિંહ આ મહિલાના ઘરે અવરજવર કરતો હતો અને તેણે પોતાના નામે હોટલ મનાલીમાં રૂમ બુક કરાવ્યો હતો.

અને એક કલાક બાદ દેવી આ રૂમમાં આવી હતી અને બપોરે તે ટુવાલમાં વીંટાળીને રૂમની બહાર જતો રહ્યો હતો અને ત્યારબાદ રૂમમાંથી તેની હત્યા કરાયેલી મળી આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...