નજીવી બાબતે જીવલેણ હુમલો:કલોલમાં લાઈટ ચાલુ-બંધ કરવા મામલે કંપનીમાં જ કામ કરતા માણસોએ એકને માથામાં પાઇપ મારી; ગડદાપાટુનો માર મારતાં પોલીસ ફરિયાદ

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ જીઆઇડીસીમાં બ્રિક્સ સર્જીકલ કંપનીમાં ગઈકાલે લાઈટ ચાલુ બંધ કરવાના બાબતે કંપનીમાં જ કામ કરતા માણસોએ એક વ્યક્તિના માથામાં પાઇપ મારી હતી. જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તું કંપનીનો બોસ બની ગયો છે? એમ કહીને માથામાં પાઇપ મારી
તારીખ 31/08/2022ના રોજ કૃણાલ રસિકભાઈ વાલેરા રાબેતા મુજબ નોકરી ઉપર ગયો. આશરે 11 વાગ્યાના આસપાસ કૃણાલ કંપનીના વોશરૂમ જતો હતો તે સમયે આ કંપનીમાં નોકરી જ કરતા સુધીર ચૌધરી કંપનીની લાઈટની સ્વીચો ચાલુ બંધ કરતો હતો. જેની કૃણાલે સ્વીચ ચાલુ બંધ કરવાની ના પાડી અને કહ્યું કે આ લાઈટોની જવાબદારી સાહેબે મને આપી છે. જો આ લાઈટો બંધ થઈ જશે તો સાહેબને જવાબ મારે આપવો પડશે. તેવું કહેતા સૂચિત ચૌધરી ગુસ્સે થઈ કહેવા લાગ્યો કે તું સાંજે કંપનીમાંથી છૂટીને કંપનીની બહાર આવ પછી તારી વાત છે. આશરે સાંજના 7:30 વાગે કૃણાલ કંપનીમાંથી છૂટીને ગેટની બહાર રોડ ઉપર આવ્યો ત્યાં સુજીત ચૌધરી અને તેનો ભાઈ સંજય ચૌધરી અને બીજા બે માણસોએ એને રોકી એ વખતે સુજીતના હાથમાં એક લોખંડની પાઇપ હતી.

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો
​​​​​​​સુજીત કહેવા લાગેલો કે તું કંપનીનો બોસ બની ગયો છે.??? એમ કહીને કૃણાલના માથાના ભાગે પાઇપ મારી દીધી હતી. પાઇપ વાગતાંની સાથે જ કૃણાલ ઢળી પડ્યો હતો. સંજય અને બીજા બે માણસ કૃણાલને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી કૃણાલે બુમાબુમ કરતાં તેનો મિત્ર સુનિલ ઠાકોર તથા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા. તેથી આ ચારેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જતાં જતાં પણ કહેતા હતા કે તું આજે બચી ગયો છે, ફરીથી સામે મળીશ તો તને જાનથી મારી નાખીશું. કૃણાલને તેના મિત્ર સુનિલ તથા કંપનીના બીજા માણસોએ કલોલ સિવિલ હોસ્પિટલે સારવાર ખાતે ખસેડ્યો હતો. તેના બાદ કૃણાલે આરોપી સુજીત ચૌધરી તથા સંજય ચૌધરી ઉપર કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

અન્ય સમાચારો પણ છે...