રી ડેવલોપમેન્ટ:કલોલના ઐતિહાસિક કપિલેશ્વર મંદિરના તળાવને ડેવલપ કરાશે

કલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાં પાર્કિંગ, ગાર્ડન, જોગિંગ ટ્રેક, બ્રિજ ગજેબો, ચીલ્ડ્રન પે એરીયા, કસરતના સાધનો સહિતના કામ હાથ ધરવામાં આવશે

કલોલ શહેરમાં આવેલા ઐતીહાસિક મંદિર એવા કપિલેશ્વર મહાદેવ મંદિરના તળાવનું રૂ.2.61 કરોડના ખર્ચે રી ડેવલોપમેન્ટ કરાશે. જે અંગેના ટેન્ડરની મંજુરી આપવામાં આવી છે. જેનો કુલ વિસ્તાર 39,300 ચોરસ મીટર તેમજ તળાવનો વિસ્તાર 9162 ચોરસ મીટરમાં વિવિધ સુવિધાઓ કરી આકર્ષકનું કેન્દ્ર બનાવાશે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેરના કપિલેશ્વર મહાદેવ મંદિરમાં 1800 વર્ષ પૌરાણિક શિવલિંગ આવેલુ છે. જેમાં કલોલ નગર શહેર સહિત પંથકમાં લાખો શ્રદ્ધાળુઓની અનોખી શ્રધ્ધા જોડાયેલી છે. આ મંદિરના તળાવને સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ વધુ એક વખત સરકાર દ્વારા રૂ.2,61,19,359ના ખર્ચે રી ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. જેમાં તેના કુલ 39300 ચોરસ મીટર જેમાં તળાવનો વિસ્તાર 9162 ચોરસ મીટર આવેલો છે. આ વિસ્તારનુ રી ડેવલોપમેન્ટનું ટેન્ડર મંજુર થઇ ગયેલ છે.

જેમાં મુખ્ય પાર્કિંગમાં 40 કાર, 60 ટુ વ્હીલર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ 10278 ચોરસ મીટરમાં ગાર્ડન બનાવવામાં આવશે. અને 750 મીટર લાંબો તેમજ 6 મીટર પહોળાઇ ધરાવતો જોગિંગ ટ્રેક બનાવવામાં આવશે. જેમાં બગીચાની વચ્ચે 85 મીટર લાંબો 2.5 મીટર પહોળો બ્રિજ બનાવાશે. સીનીયર સીટીઝનો ગ્રુપમાં બેસી શકે તે માટે અલગ અલગ જગ્યાએ પાંચ ગજેબાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ બાળકો માટે આધુનિક ચિલડ્રન પે એરીયા બનાવાશે. નગરજનોનંુ સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે કસરતના સાધનો પણ મુકવામાં આવશે. આ ઉપરાંત ગાર્ડનમાં 1820 નંગ અલગ અલગ પ્રકારના ફુલો તેમજ મહેદી લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...