પ્રવેશ:બોરીસણાના પૂર્વ સરપંચ ભાજપમાં જોડાઈ ગયા

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરીસણા ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભાજપની વિચારધારાથી પ્રેરાઈને બોરીસણાના ઠાકોર રામજી જેસંગજી, જેઓ કોંગ્રેસના પ્રખર નેતા અને પૂર્વ સરપંચ મોટી સખ્યામાં કાર્યકર્તાઓ સાથે તથા પ્રકાશભાઈ વાલેરા ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટભાઈ પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા મહામંત્રી ગોવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ, વિમલભાઈ પ્રજાપતિ, લક્ષ્મણજી પી ઠાકોર(બકાજી), કનુજી ઠાકોર, પૂર્વ સરપંચ રાજુજી ઠાકોર અને ગામના આગેવાનો અને કાર્યકરોએ પણ નવા કાર્યકરોને આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...