તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેક્ટ:ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ અંડર ગ્રાઉન્ડ વીજ પુરવઠાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે

કલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ GIDC એસો.ના 2021-22 થી 2023-24 માટે હોદ્દેદારોની વરણી

કલોલ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન હોલ ખાતે પહેલી સપ્ટેમ્બરે ચુંટાયેલા કારોબારી સભ્યોની મીટીંગ યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22 થી 2023-24 માટે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થઈ હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ગઢવી સુભાષચંદ્ર સમરથદાન (દુર્ગા હાઇડ્રોલીક્સ), સેક્રેટરી તરીકે કલોલ પાલીકાના સિનીયર કાઉન્સિલર તેમજ ઉદ્યોગકાર પટેલ મનુભાઇ ભાઇલાલભાઇ (ચૌધરી ટેક્ષટાઇલ પ્રા.લી), ટ્રેજરર તરીકે ગજજર જશવંતભાઇ રામભાઇ (ગ્લાનસુબી ઇન્ડસ્ટ્રીઝ) તેમજ જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજેન્દ્રભાઇ કાંતીલાલ પટેલ (એપોલો લીમીનેટ)ની નિમણુંક કરાઈ હતી. જેમાં હોદ્દેદારોએ ગત ટર્મમાં કલોલ જી.આઇ.ડી.સીમાં 9 કરોડના ખર્ચે રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નીકાલની વ્યવસ્થા કરી હતી.

તેમજ આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ અંડર ગ્રાઉન્ડ વીજ પુરવઠાનો પ્રોજેક્ટ તથા જી.આઇ.ડી.સીમાં પેવર બ્લોક અને ફાયર માટે વ્યવસ્થાના કામ હાથ ધરવા ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ચુંટાયેલા સભ્યોમાં ગણપતી ભાવકાના પાટીલ (બ્રીક્સ સર્જીકલ કોટન લી.), , શાંતીલાલ કેશવલાલ પટેલ (ઓર્ગોસીન્થ ઇન્ડસ્ટ્રીઝ), પંચાલ હીરાલાલ ત્રિભોવનદાસ (સાયનો કેમ), ગજજર જગદીશભાઇ પ્રહલાદભાઇ (જે.ડી.વુડ પ્રોડક્ટ્સ), પટેલ ભરતકુમાર અનિલભાઇ (હર્ષ એન્ટરપ્રાઇઝ), પરેશભાઇ બીપીનભાઇ પટેલ (સ્યુટ્ઝ કાર્બન ઇલેકટ્રોડઝ), ગીરીશભાઇ રાવજીભાઇ પટેલ (રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ) ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...