મમતા લજવાઈ:કલોલમાં સરદાર બાગ નજીકથી ભ્રુણ મળી આવતાં ભારે ચકચાર

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 3 મહિનામાં જ 3 ભ્રુણ મળતાં અરેરાટી

કલોલ શહેરમાં તાજા જન્મેલા બાળકોને ત્યજવાના બનાવો વધી રહ્યા છે. જેમાં છેલ્લાં ત્રણ માસમાં ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા નગરજનોમાં પોતાનું પાપ છુપાવવા બાળકોને ત્યજી તેમનું મોત નીપજાવતી કેટલીક જનેતાઓ પર ફિટકાર વરસી રહ્યો છે. જેમાં કલોલ શહેરમાં આવેલ સરદાર બાગ પાસે એક મેડિકલ સ્ટોર આગળથી એક મૃત ભ્રુણ મળતા લોકોમાં ભારે ચકચાર સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 18 જુલાઈના રોજ શેરીસા કેનાલમાંથી એક નવજાત બાળકીની લાશ મળી આવી હતી. જ્યારે તારીખ 1 સપ્ટેમ્બરના રોજ કલોલ પૂર્વમાં શ્રીજી સોસાયટી સામે આવેલી ઝાડીઓમાંથી નવજાત બાળકની લાશ કૂતરાએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેના પગલે લોકોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે આવો જ એક વધુ બનાવ બહાર આવ્યો છે.

આ અંગે પોલીસે ગુનો નોંધી બાળકને ત્યજી જનાર ક્રુર માતાની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં તાજા જન્મેલા બાળકોને ત્યજવાના બનાવો વધી રહ્યા છે. જેમાં છેલ્લાં ત્રણ માસમાં ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવા બનાવો વધવા પાછળ સમાજમાં રહેતી કેટલીક કઠણ દિલની જનેતાઓ જ જવાબદાર છે. તેથી આવી ઘટનાઓ બદલ આવી અમુક માતાઓે આવી ક્રુરતા સુધી પહોંચે નહીં તે માટેના જરૂરી ઉપાયો સમજાવી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રેરિત કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 3 મહિનાના સમયગાળામાં બનેલા ત્રીજા બનાવના પગલે નગરજનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે.તેથી આવી ઘટનાઓને રોકવી જરૂરી છે.બીજી તરફ પોતાનું પાપ છુપાવવા બાળકોને ત્યજી તેમનું મોત નીપજાવતી કેટલીક જનેતાઓ પર ફિટકાર વરસી રહ્યો છે. અને લોકોમાં પણ આ બાબતે વિવિધ અટકળો થઈ રહી છે.જેનાથી ભારે ચકચાર મચી ગઈ હતી.

પોલીસે ભ્રુણને પીએમ માટે મોકલી આપ્યુ હતુ: નગરમાં વિવિધ અટકળો
કલોલ શહેરના સરદાર બાગ નજીક ડોક્ટર હાઉસ પાસે આવેલા નિષ્કા મેડિકલ સ્ટોર આગળથી એક મૃત ભ્રુણ મળી આવ્યું હતું. જેના પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે બાળકની લાશને પીએમ માટે મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...