તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાર્ક કરેલી ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં ચાલકનું મૃત્યુ

કલોલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલોલથી ખાત્રજ જતા રોડ પરની ઘટના

કલોલથી ખાત્રજ જતા રોડ પર સાઇડમાં પાર્ક કરેલી ટ્રક પાછળ રિક્ષા ઘુસી જતાં અકસ્માત થયો હતો. તેમાં ગંભીર ઇજાઓ થવાથી રિક્ષાચાલક યુવાનનું મોત થયુ હતું. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર પલસાણા ગામે હુડકોની વસાહતમાં રહેતો મનુજી ઠાકોર લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું પોષણ કરતો હતો. બુધવારે મોડી રાત્રે કલોલથી ખાત્રજ તરફના રોડ પર જતાં અકસ્માત થયો હોવાની જાણ યુવાનના પિતાને કોઇ વ્યક્તિએ કરી હતી. તેના આધારે મનુજીના પિતા દેશળજી ઠાકોર એમના બીજા પુત્રને સાથે લઇ બાઇક પર અકસ્માતના સ્થળે શક્તિપુરા નજીક ગયા હતાં.

ઘટનાસ્થળે જોતા મનુજી રોડ પર મૃત હાલતમાં પડ્યો હતો. તેમણે આસપાસના લોકોને પૂછતા જાણવા મળ્યુ હતું કે રાત્રીના સમયે લોડિંગ રિક્ષા પુર ઝડપે જઇ રહી હતી અને રોડની સાઇડમાં પડેલી ટ્રક પાછળ રિક્ષા ઘુસી જતાં અકસ્માત થયો હતો. આવી હકીકત દેશળજીએ તાલુકા પોલીસને જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...