હુમલો:સોજામાં ડેરી સંચાલક પર ગ્રાહકે ઘાતક હુમલો કર્યો

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોજા ગામે દૂધની ડેરી ચલાવતા વડીલે ગામનાં જ એક વ્યક્તિ પાસે બાકી નિકળતા પૈસા માંગતા આ શખ્સ તથા તેમનાં પુત્રોએ મળીને વડીલ પર હુમલો કરતા ફેક્ચર થયુ હતુ. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લક્ષ્મી દૂધ ડેરી ચલાવતા ચંદુભાઇ પટેલની ફરિયાદ અનુસાર ગુરૂવારે સાંજે ડેરી પર વિક્રમસિંહ ચાવડા આવ્યા હતા. ચંદુભાઇએ તેમના પાસેથી બાકી નિકળતા રૂ. 5500 માંગ્યા હતા. પૈસા માંગતા વિક્રમસિંહે ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતુ. જેનો અવાજ સાંભળીને વિક્રમસિંહનાં દિકરાઓ લાલો તથા દીગો પણ આવી પહોચ્યા હતા. . ચંદુભાઇએ ગાળો બોલવાની ના પાડતા વિક્રમસિંહે ઉશ્કેરાઇ જઇને લાકડાનો ધોકો લાવીને ચંદુભાઇ પર હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...