ક્રાઇમ:જાસપુર કેનાલમાંથી બાલવાના યુવાનની લાશ મળી આવી

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના બાલવા ગામે દેના બેંકની પાછળની શ્રીનગર સોસાયટીમાં મોહનભાઈ રામજીભાઈ ચૌધરી પરિવાર સાથે રહે છે. જેઓ પોતાના ઘરેથી બેન્કમાં જવાનું કહીને નીકળ્યા બાદ મોડીરાત સુધી ઘરે પરત નહી આવતા પરિવારજનોએ આસપાસમાં તેમજ સગાસંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી. ત્યારે ગત ત્રીજી જુલાઈએ રોજ સવારે  જાસપુર પાસેની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી સાંતેજ પોલીસે ફાયર બ્રિગેડના જવાનોની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આપીને બનાવની વિગતો મેળવી હતી. 

અન્ય સમાચારો પણ છે...