તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગેડુઓની ઘરપકડ:જામીન ઉપર છૂટેલા ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો, કોવિડ ટેસ્ટ કરાવી અમદાવાદ જેલમાં મોકલાયો

કલોલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્પેશિયલડ્રાઇવમાં કલોલ પોલીસે પકડ્યો હતો

જામીન ઉપર છૂટી નાસતા ફરતા આરોપી મુકેશ માધુજી ઠાકોરને કલોલ શહેર પોલીસે ઝડપી લીધો હતો અને કોવિડનો ટેસ્ટ કરાવી તેને પુન: અમદાવાદ ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.આ અંગેની વિગતો એવી છે કે સ્ટેટ સીઆઇડી ક્રાઇમ અને રેલવે પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. તે દરમિયાન જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ જામી મેળવી હાજર થયા ન હોય અને નાસતા ફરતા હોય તેવા આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમિયાન કોરોનાની ગાઇડલાઇન મુજબ આરોપીઓને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતાં. તે પૈકીના મુકેશ માધુજી ઠાકોર તા. 30 માર્ચ 2020ના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. તે પછી જામીનની મુદત પુરી થવા છતાં તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં હાજર થયો ન હતો. જેથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસે કોવિડ ટેસ્ટ કરી ફરીથી અમદાવાદની જેલમાં મોકલી દેવાયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો