કલોલ તાલુકાના નાસ્મેદ ગામનું પેટા આરોગ્ય કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી ખંડેર હાલતમાં બિન ઉપયોગી પડ્યું છે. તેને નવું બનાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. તેના કારણે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને ગ્રામની પ્રજા પરેશાની નો સામનો કરી રહી છે.
નાસ્મેદ ગામનું પેટા આરોગ્ય કેન્દ્ર સદંતર બિસમાર હાલતમાં થઈ જવાથી અકસ્માત થવાનો ભય સેવાતો હતો. કર્મચારીઓ અને દર્દીઓ ભય અનુભવતા હતા. તેના કારણે હાલના તબક્કે આ પેટા આરોગ્ય કેન્દ્રને નાસમેદ ગ્રામ પંચાયતની નવી બનાવેલી બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યું છે. જોકે આ નવા મકાનમાં પણ ભીડ થતી હોવાથી કર્મચારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
પેટા આરોગ્ય કેન્દ્ર ખંડર બન્યું હોવા છતાં કર્મચારીઓ જાનના જોખમે ફરજ બજાવી રહ્યા હતા. જેથી આરોગ્ય કેન્દ્ર નવું બનાવવા માટે ગાંધીનગર જિલ્લા અધિક નિયામક અને જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ચૂંટાયેલી પાંખ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા અને ચૂંટાયેલા સત્તાધીશો દ્વારા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને ગ્રામજનોની સલામતી નો વિચાર શુદ્ધ કરવામાં આવ્યો નથી.
ગ્રામજનો આક્રોસ ઠાલવી રહ્યા છે. કે તંત્ર અમારા ગામ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી રહ્યું છે. તાકીદે કોઈ નિર્ણય લેવામાં નથી આવે તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચમકી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.