તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કલોલ પીયજ રોડ પરની સોસા.માં તસ્કરો ત્રાટક્યા,1.81 લાખની ચોરી

કલોલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કલોલ હાઇવે પાસે પીયજ રોડ પર આવેલ સોસાયટીમાં ગત 11 નવેમ્બરના રોજ રાત્રી દરમિયાન પરિવાર ઘરમાં સૂતો હતો. ત્યારે તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કર્યો હતો. અને બાજુ ના રૂમ નો દરવાજો ખોલી તેમાંથી રૂપિયા 1,81,500ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ હાઇવે થી પીયજ જતા રોડ પર આવેલ નાગદેવ નગર સોસાયટીમાં રતનસિંહ ચંદ્રસિંહ ઝાલા પોતાના પરિવાર સાથે રહે છે. અને ભોયણ ખાતે આવેલ પ્રાઇવેટ કંપનીમાં તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત 11 નવેમ્બરના રોજ રાત્રી દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે જમી પરવારી ઘરના આગળ ઓસરીમાં પત્ની સાથે સૂતા હતા. જ્યારે તેમની બે દીકરીઓ અંદરના રૂમમાં સૂતી હતી. તે રાત્રે તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. અને તેમની દીકરીઓ સુતી હતી. તેના બાજુના રૂમમાં અડો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો.

અને ઘરમાં રહેલ રૂ.20,000ની કિંમતની એક તોલા સોનાની બે બંગડીઓ, રૂ. 67,500ની કિંમતનો બે તોલા સોનાનો દોરો, રૂ.22,500ની કિંમતની સોનાની 3 નંગ વીંટી, રૂ.7500ની કિંમતની સોનાની કડીઓ, રૂ.6,000 ની કિંમત 2 નંગ સોનાની ચુંની રૂ.20,000ની કિંમતના 500 ગ્રામ ચાંદીના કડલા, રૂ.12000 કિંમતના બે નંગ 300 ગ્રામ ચાંદી ના ઝુડા તેમજ રોકડા રૂ.16,000 મળી કુલ 1,81,500ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે કલોલ શહેર પોલીસે રતનસિંહ ની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો