તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:રેલવે ટ્રેકની સાઇટ પરથી તસ્કરો 45 હજારનો સામાન ભરી ગયા

કલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેઠલજ ગામની સીમમાં પરોઢિયે 10 બુકાનીધારી ત્રાટક્યા

કલોલ તાલુકાના જેઠલજ ગામની સીમમાં રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. ત્યાં મધરાત્રે 10 બુકાનીધારી લૂંટારા ત્રાટક્યા હતાં અને રેલવે ટ્રેકની સાઇટ ઉપરથી તસ્કરો 45 હજારનો સામાન ટેમ્પોમાં ભરી નાસી છૂટ્યા હતાં. આ અંગે સિક્યુરીટી ગાર્ડે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે તાલુકાના જેઠલજ ગામની સીમમાં રેલવે ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાં રેલવેનો લોખંડનો સામાન અને સાધનો મોટા પ્રમાણમાં પડ્યા છે. તેની રખેવાળી માટે લાન્સર સિક્યુરીટી કંપનીના ચોકિયાત તરીકે રણછોડ કરમશીભાઇ દેસાઇ ફરજ બજાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઇ રાત્રે 3 વાગ્યે 10 જેટલા શખ્સો ટેમ્પો લઇને સાઇટ ઉપર આવ્યા હતાં.

યુવાન જેવા દેખાતા શખ્સોએ પેંટ શર્ટ અને મોંઢા ઉપર કપડુ બાંધેલુ હતું. લોખંડનો અવાજ થતાં ચોકિયાત જાગી ગયો હતો અને જોયુ ત્યારે લોખંડનો સામાન ટેમ્પામાં ભરતા લોકો નજરે પડ્યાં હતાં. તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે તે પહેલા તેઓ ટેમ્પો લઇને સામાન સાથે નાસી ગયા હતાં. સાથે સિક્યોરિટી ગાર્ડનો મોબાઇલ પણ લઇ ગયા હતાં. દરમિયાન સવારે 9 વાગ્યે સિક્યોરિટી કંપનીના સુપરવાઇઝર અરવિંદસિંહ સાઇટ ઉપર આવતાં તેમને બનાવની જાણ કરી હતી. ત્યારે સાઇટ ઉપર તપાસ કરતાં 40 નંગ સ્ટીલના વોલર અને 60 નંગ લોખંડના જેક નજરે પડ્યા ન હતાં. સ્ટોકની ગણતરીમાં પણ ઓછા જણાઇ આવ્યા હતાં. આ તમામ સામાનની કિંમત અંદાજે રૂ. 45,000 થાય છે. જેની ચોરી કરી તસ્કારો લઇ ગયા હોવાની હકિકત ફરિયાદમાં જણાવાઇ છે. આ અંગે પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.આ અંગે તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો