હવે આંગણવાડીઓ પણ ખતરામાં!:કલોલ તાલુકાની બે આંગણવાડીમાંથી તસ્કરોએ 16,000ની વસ્તુઓ પર હાથ સાફ કર્યો

કલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના ગામમાં આવેલ આંગણવાડીમાં ફરજ બજાવતા લીલાબેન રાજુભાઈ ડાભી આંગણવાડીઓની માંગને લીધે હડતાલ ઉપર ઉતરેલા હતા. જેના તાજેતરમાં ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા. તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગણીઓ પૂરી કરવા માટે હડતાલ પર ઉતરી ગયા હતા. જેથી આંગણવાડીઓમાં એક મહિના સુધી કોઈપણ કાર્ય રાબેતા મુજબ કરવાનું ન હતું. પણ લીલાબેન રાજુભાઈ ડાભીને એવા સમાચાર મળતા કે આંગણવાડીઓમાં ચોરી થઈ છે, કે તરત જ પોતાના ફરજની આંગણવાડી ઉપર ચકાસણી કરવા માટે પહોંચી ગયા હતા.

ફરજ પરની આંગણવાડી ઉપર જઈને જોયું તો ગઠિયાઓએ પોતાનો હાથ સાફ કરી લીધો હતો. આંગણવાડીમાં ફાળવેલ સિંગતેલનો ડબ્બો, તેમજ સ્ટવ સાથે ગેસ સિલિન્ડર અને એક્સ્ટ્રા એક ગેસ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર તેમજ એક સિંગતેલનો ડબ્બો મળ્યો ન હતો. લીલાબેન રાજુભાઈ ડાભીને ચોરીની જાણ થતા જ આંગણવાડીના ઉપરી અધિકારીને જાણ કરી હતી. પલીયળ સ્થિત આંગણવાડીમાં બે ગેસ સિલિન્ડર તેમજ એક તેલનો ડબ્બોની ચોરી થઈ છે.

આ અંગે ઉપરી અધિકારીએ જણાવ્યું હતું કે, મોખાસણ સ્થિત આંગણવાડીમાં પણ ચોરી થઈ છે. ત્યાં પણ બે ગેસ સિલિન્ડર તથા એક સીંગતેલના ડબ્બાની ચોરી થઈ છે. જેથી કરીને 1 સિંગતેલના ડબ્બાની કિંમત 2000 રૂપિયા ગણી તથા 2 ગેસ સિલિન્ડરની કિંમત 6000 ગણી પલિયડ આંગણવાડીમાંથી 8000 તથા મોખાસણ આંગણવાડીમાંથી પણ રૂ.8,000 એમ કુલ ટોટલ 16,000ની ચોરીનો ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...