તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:છત્રાલમાં બેટરીની દુકાનમાંથી 1 લાખની મતા ઉઠાવી જતા તસ્કરો

કલોલ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોરીસણા ગામના વેપારી છત્રાલ ખાતે દુકાન ધરાવે છે
 • તસ્કરો 68 હજારની 14 નવી બેટરીઓ તેમજ 30 હજારની બેટરીનો સ્ક્રેપ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ

કલોલના છત્રાલમાં આવેલી બેટરીની દુકાનમાંથી તસ્કરો 1 લાખની મતા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાતા પોલાસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી આ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.

કલોલ તાલુકાના બોરીસણા ગામે રમેશભાઈ રામજીભાઈ રબારી પોતાના પરિવાર સાથે રહે છે. જેઓ છત્રાલ ખાતે હોટલ શાલીમારની બાજુમાં આવેલ સાગર કોમ્પ્લેક્સ માં ચેતક બેટરી નામની દુકાનમાં જુની તેમજ નવી બેટરીઓનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ તા. 29 માર્ચના રોજ પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા. જેમની દુકાનને રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી. શટરના બંને તાળા તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રૂ. 68 હજારની કિંમતની 14 નંગ નવી બેટરીઓ તેમજ રૂપિયા 30 હજારની કિંમતની બેટરીનો સ્ક્રેપ મળી કુલ રૂ.98,000નો મુદ્દામાલ લઈ પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે રમેશભાઈ રાબેતા મુજબ દુકાન ખોલવા જતા પોતાની દુકાનમાં ચોરી થયાનું જણાઈ આવ્યું હતું.

આ બનાવ અંગે તેમણે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલોલ પંથકમાં અવાર-નવાર ઘરફોડ ચોરી વાહન તેમજ અન્ય ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. ત્યારે પોલીસ સઘન પેટ્રોલિંગ ચલાવી આવા શખ્સોને ઝડપી પાડે તેવી માંગણી ઉઠવા પામી છે. આ બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો