અકસ્માત:ધમાસણા પાસે ટ્રકની ટક્કરે સ્કૂટર ચાલક યુવકનું મોત

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાત્રજ ONCG કંનપીમાં નોકરી કરતો હતો

કલોલ-ધમાસણા હાઈવે રોડ પર ટ્રકની ટક્કરે સ્કુટર પર જતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. લોદરાગામના રમેશભાઈ ગણપતભાઈ પટેલે અકસ્માત અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમનો ભત્રીજો શૈલેષભાઈ પરસોત્તમભાઈ પટેલ ખાત્રજ ઓએનસીજી કંનપીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો. તે રાત્રે પોતાનું સ્કુટર લઈને નોકરી જવા માટે નીકળ્યો હતો. કલોલ-માણસા હાઈવે રોડ પર ધમાસણા ગામથી સરઢવ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પર ટ્રકે સ્કુટરને ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાયેલા યુવકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ છતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટના અંગે જાણ કરતાં તેના પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. જેને પગલે પોલીસે ટ્રક નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. યુવક રાત્રે નોકરીએ જતો હતો, ત્યારે કલોલ-માણસા હાઈવે રોડ પર ધમાસણા ગામથી સરઢવ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પર તેને અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ ગામના લોકોમાં ચકચાર ફેલાઈ ગયો હતો. પોલીસે ટ્રક નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી.

અન્ય સમાચારો પણ છે...