કલોલના વાતાવરણમાં અચાનક જ પલટો આપતા લોકો દંગ રહી ગયા હતા. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. તેમજ ધુળની ડમરીઓ ઉડતાં થોડા જ અંતરે ઊભા રહેલા વ્યક્તિઓ એકબીજાને દેખી ન શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ઠંડો પવન અને ધોળું વાતાવરણ થઈ જતા વાહનચાલકો એમાંય ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોની આંખમાં ભારે હાલાકી ભોગવી પડી હતી.
વાતાવરણમાં અચાનક જ પલટો થતાં વેપારીઓ તેમજ રાહદારીઓ ગરમીમાં ઠંડકની મજા માણી હતી. તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ચિંતાનો વિષય બની ગયો હતો. વાતાવરણમાં પલટો થતા ચારે બાજુ માટીની સુગંધ પ્રસરી હતી. જેમાં ઠંડક સાથે સુગંધની પણ મજા કઈક અલગ હતી. શરૂઆતથી જ ગરમીનો અનુભવ થઈ જતાં અચાનક પડેલા માવઠાંએ ઠંડક પ્રસરી દીધી હતી.
ક્યાંકને ક્યાંક લોકો વચ્ચે ઠંડકના કારણે પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક જ વાતાવરણ પલટી થતા વાહન ચાલકો માટે પણ તકલીફનો વિષય બની ગયો હતો. લોકો લાઈટો ચાલું કરીને રસ્તા ઉપર જતાં નજરે જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.