કાર્યવાહી:સાંતેજ પોલીસે દરોડો પાડી શેરીસામાં જુગાર રમતાં 15 શખસને ઝડપી પાડ્યા

કલોલ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડવામાં આવતો હતો
 • રૂ.40590 રોકડ, 14 મોબાઇલ સહિતનો કુલ 90 હજારનો મુદ્દામાલ કબજે

કલોલનાં શેરીસા ગામે પેટ્રોલ પંપ પાછળ આવેલા મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો હોવાની બાતમી સાંતેજ પોલીસને ગુરૂવારે સાંજે મળતા દરોડો પાડ્યો હતો. જેમાં ગાંધીનગર તથા આસપાસનાં જિલ્લાના 15 શખસ રૂ. 90 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

સાંતેજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર પીએસઆઇ એલ એચ મસાણી તથા પી બી રમલાવત ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે શેરીસાની સીમમાં પેટ્રોલ પંપ પાછળ મકાનમાં બળદેવજી દાજીજી ઠાકોર જુગાર રમાડતો હોવાની બાતમી મળતા કલોલ નાયબ પોલીસ અધિક્ષક પાસેથી જડતી વોરંટ મેળવીને બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો.

જેમાં બે કુંડાળામાં જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમાડનાર બળદેવજી ઠાકોર સહિત 15 જુગારીને રૂ. 40590ની રોકડ તથા રૂ. 49 હજારનાં 14 મોબાઇલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા શેરીસામાં રેડ પાડી જુગારીઓને ઝડપી લેવામાં આવતા જુગારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

દરોડામાં ઝડપાયેલા જુગારીઓના નામ

 • બળદેવજી દાજીજી ઠાકોર (રહે શેરીસા, જુગાર રમાડનાર)
 • ગણપતજી ગાભાજી ઠાકોર (રહે ચોરાવાળોવાસ, સબાસપુર)
 • દિનેશજી ઉર્ફે બચુજી શકરાજી ઠાકોર (રહે ખોરજાપરા, બોરીસણા)
 • મહોબતજી ગોકાજી ઠાકોર (રહે મોટી આદરજ, તા. ગાંધીનગર)
 • જશાજી કાળાજી મકવાણા (રહે ઠાકોરવાસ, રૂપાલ)
 • ગોપાલજી મણાજી ઠાકોર (રહે ઓધાજીનું પરૂ, મોટી આદરજ)
 • વિક્રમજી ગલાબજી ઠાકોર (રહે મોટોવાસ, સબાસપુર)
 • દિલીપજી કાંતીજી ઠાકોર (રહે મોટોવાસ, સબાસપુર)
 • મંગાજી લાલાજી ઠાકોર (રહે વડાવી, કડી, મહેસાણા)
 • બાબુજી તલાજી ઠાકોર (રહે જેતપુરા, કડી, મહેસાણા)
 • રાજુજી અંબારામ ઠાકોર (રહે વડાવી, કડી, મહેસાણા)
 • અમરતજી લક્ષ્મણજી ઠાકોર (રહે સબાસપુર, કલોલ)
 • રમણજી માસંગજી ઠાકોર (રહે શેરીસા, કલોલ)
 • ગીરીશકુમાર બાબરજી ઠાકોર (રહે આંબલીયારા, કડી, મહેસાણા)
 • રામાજી બાબુજી ઠાકોર (રહે આંબલીયારા, કડી, મહેસાણા)
અન્ય સમાચારો પણ છે...