દારૂના અડ્ડા પર પોલીસ ત્રાટકી:સાંતેજ પોલીસે એક જગ્યાએથી 1.65 લાખનો તેમજ બીજી જગ્યાએથી 26 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો, કુલ 1.81 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

કલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ સાંતેજમાં ખાનગી રાહે બાતમી મળતાં સાંતેજ પોલીસે બે અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે ઉનાલીમાંથી 26,000 થી વધુનો વિદેશી દારૂ તેમજ રાચરડામાંથી 1,65,000 થી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જે બંને આરોપીઓ વિરુદ્ધ સાંતેજ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કલોલ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે જે રાઠોડ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાચરડા ગામમાં રહેતા દશરથજી ભલાજી ઠાકોર જે રાચરડા ગામે નાગબાઈ મંદિર પાસે બાબરા વાસ પાસે તળાવની પાસે આવેલી પોતાના ભોગવટાના વાડામાં આવેલી ઓરીડીમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે. જે બાબતને લઈને પીએસઆઇ કે જે ચુડાસમા સ્ટાફ સહિતને લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

વાહનો દૂર રાખી બાતમીવાળી જગ્યાએ ચાલતા ચાલતા ગયા હતા. બાજરીમાં જણાવ્યા મુજબનો વાડો આવી જતા વાડાની અંદર એક ઓરડી પણ હતી. જે ઓરડીને લોક મારેલું હતું. ઓરડીની બારીમાંથી જોતા અંદર વિદેશી દારૂનો જથ્થો જણાઈ આવ્યો હતો. જેથી ઓરડીનું લોક તોડી અંદર જતા વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયરના ટીનો મળી આવ્યા હતા. જેમાં કુલ દારૂ તેમજ બિયરના ટીન સહિત 468 જેટલા નંગ મળી આવ્યા હતા. જેની પોલીસના ચોપડે 1,65,780 ના કિંમતની ગણતરી કરીને દશરથજી ભલાજી ઠાકોર ઉપર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજી બાજુ ઉનાલી ગામમાંથી 26,000 થી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
સાથે જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પેટ્રોલિંગ દરમિયાન હતા. તે સમયે બાતમી મળી હતી કે, ઉનાલીથી ગરોડિયા જવાના રસ્તા ઉપર ગામની સીમમાં અમિત લક્ષ્મણભાઈ પટેલના ફાર્મની પાછળ આવેલી દિવાલને અડીને જાડીવાળા ખેતરમાં ખુલ્લામાં વિજય છનાજી ઠાકોર જે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે. જે બાતમી મળતા ઘટના સ્થળ ઉપર સ્ટાફ સહિત દોડી ગયા હતા. બાતમીમાં જણાવ્યા મુજબની જગ્યા ઉપર જઈને જોયું તો અમિત લક્ષ્મણભાઈ પટેલના ફાર્મની પાછળ આવેલી દીવાલને અડીને જાડીવાળા ખુલ્લા ખેતરમાં જતા જાડિયોમાં પૂંઠાના બોક્સોમાં બિયરના ટીનો ભરેલા છૂટા નંગ તેમજ ટીન મળી આવ્યા હતા. જેમાં કુલ વિદેશી દારૂ તેમજ બિયરના ટીન સહિત 217 નંગ મળી આવ્યા હતા. જેની સરકારી ચોપડી કિંમત 26,885 નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...