દારૂના અડ્ડા પર દરોડા:સાંતેજ પોલીસે ખેતરમાં ઓરડો બનાવીને સંતાડી રાખેલો દારૂ શોધી કાઢ્યો, કુલ રૂપિયા 81,600 નો વિદેશી દારૂ જપ્ત કર્યો

કલોલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાંતેજ પોલીસને ખાનગી બાતમી મળતા તેઓ ઘટના સ્થળે તાબડતોડ પહોંચી ગયા હતા. બાતમી આધારે જણાવ્યું હતું કે વાસજડા ખેતરની સીમમાં કોઈ અજાણ્યો ઈસમ ખેતરમાં આવેલા ઓરડામાં વિદેશી દારૂ સંતાડી મૂક્યો છે. જેથી પોલીસે ચેક કરી વિદેશી દારૂની અલગ અલગ બોટલો બહાર કાઢી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કલોલ પાસે આવેલા સાંતેજ ગામની પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હતી. તે સમયે ખાનગી રાહે બાદમી મળતા સાતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી.ઓડેદરાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખાનગી બાતમીમાં જણાવ્યા પ્રમાણે વાસજડા ગામની સીમમાં આવેલા કેનાલના કોસની પાસે ચોથા નંબરના ખેતરમાં કોઈ અજાણ્યો ઈસમ ઓરડામાં વિદેશી દારૂ મુકી ગયો છે.

જેથી સાંતેજ પોલીસ કર્મીઓ બાતમીના આધારે સ્થળ ઉપર જઈને તપાસ કરતા વાસજડા ગામની સીમમાં ચોથા નંબરના ખેતરમાં ઓરડાના અંદરથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ દારૂનો જથ્થો કબજે કરી ગણતરીઓ કરી તો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો કુલ 276 જેટલી પકડી હતી. જેની કિંમત 81,600 નોંધી હતી. વિદેશી દારૂની કાચની સીલ બંધ બોટલો 276 ગણી તેના તમામના સેમ્પલો લઈ કોઈ અજાણ્યા ઇસમ ઉપર વગર પાસ પરમીટે દારૂનો જથ્થો રાખી ગુનો કર્યો હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...