કલોલમાં સ્ટાર પ્રચારક નિતીન પટેલે સભા યોજી:કહ્યું- 600 વર્ષથી રામ મંદિરના પ્રશ્નનો ભાજપ સરકારે નિકાલ લાવ્યો; દર વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર પૈસા નાખે છે

કલોલ7 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુલાબી ઠંડીમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ કલોલ તાલુકાના પાનસર ગામે 38-વિધાનસભાના ભાજપાના ઉમેદવાર લક્ષ્મણજી ઉર્ફે બકાજી ઠાકોરના પ્રચાર અર્થે સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાજપાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલની અધ્યક્ષતામાં સભા યોજવામાં આવી હતી. પાનસર ગામે મોટી સંખ્યામાં નગરજનો સભામાં ઉપસ્થિત રહ્યાં હતા. આવેલા મહાનુભાવો દ્વારા સભાને સંબોધન કર્યું હતુ. ગુજરાતના વિકાસ અને કેન્દ્રના વિકાસની વાતો કરી ભાજપાના ઉમેદવારને મત આપી જીતાડવાની અપીલ કરી હતી. વધુમાં નીતિન પટેલે ઉમેર્યું હતું કે, કડીના નાયક સમાજ તેમજ પાનસરનું નાયક સમાજ સંબંધના નાતે એકબીજા સાથે વર્ષોથી જોડાયેલા છે. આ પાનસરમાં મારી પહેલી સભા યોજાઈ હોય એવું પણ નથી.

નિતીન પટેલે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા
આઝાદી પછી 1947થી 1995 સુધી કોંગ્રેસે ગુજરાતમાં તેમજ ભારતમાં રાજ કર્યું છે. પણ કોઈ કોંગ્રેસના વડાપ્રધાન કે નેતાએ આ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સારવાર કરવાનું યાદ પણ ન આવ્યું. આ ભાજપ સરકાર ગરીબો તેમજ મધ્યમ વર્ગની સરકાર છે. તેમજ ગરીબો માટે આયુષ્યમાન કાર્ડથી ઓપરેશનો ફ્રીમાં કરી આપ્યાં છે. એ કામ આજ સુધી કોંગ્રેસને યાદ આવ્યું ન હતુ.

પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા
વધુમાં ખેડૂતો માટે નિતીન પટેલે ઉમેર્યું હતું કે, દર વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા પૈસા નાખવામાં આવે છે. તેમાં ફક્ત મહેસાણા જિલ્લાની જ વાત કરું તો દર વર્ષે 500થી 600 કરોડ રૂપિયા આ યોજના હેઠળ સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે.

600 વર્ષથી રામ મંદિરના પ્રશ્નનો ભાજપ સરકારે નિકાલ લાવ્યો
પૂર્વ ધારાસભ્ય ડોક્ટર અતુલે જણાવ્યું હતું કે, પાનસર ગામના 40 જેટલા યુવાનો જ્યારે બાબરી ટ્રસ્ટ થયું તે વખતે થયેલા કેસમાં કોર્ટના ધક્કા ખાવા પડ્યા હતા. એ ધક્કા ખાઈને યુવાનોએ જે બલિદાન આપ્યું છે. જેમના થકી આજે અયોધ્યા મંદિર થયું છે. એ કામનું શ્રેય યુવાનોને જાય છે. 600 વર્ષથી જે રામ મંદિરનો પ્રશ્ન ઉભો હતો એ આ ભાજપ સરકારે તેનો નિકાલ લાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...