તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કલોલ નગરની PSM હોસ્પટલમાં ICU એમ્બ્યુલન્સ સેવાનો આરંભ થતાં રાહત

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના વધતા જતા કેસોના કારણે હોસ્પિટલના આઈસીયુમાં મળતી તમામ સારવાર એમ્બ્યુલન્સમાં જ મળી રહે તે હેતુથી સુવિધા કરાઈ

કલોલની PSM હોસ્પટલમાં આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ સેવાનો આરંભ થતા આ વિસ્તારની જનતામાં રાહતની લાગણી ફેલાઈ જવા પામી છે. સમગ્ર દેશ જયારે કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝુમી રહ્યો છે અને આરોગ્ય ક્ષેત્રે કટોકટી સર્જાઈ છે. વધી રહેલા દર્દીઓના પગલે હોસ્પિટલોના બેડ પણ ફૂલ થઇ રહ્યા છે ત્યારે આવી સેવા શરૂ કરવામાં આવી છે.

ઓક્સિજનના અભાવે કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર ન આપી શકાતા મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. જેમાં ઓક્સિજન સાથે આઈ.સી.યુ. ની જરૂરીયાતવાળા દર્દીઓ કે જેઓ માટે જિંદગી સામેની લડતની એક-એક ક્ષણ કિંમતી હોય તેવા સમયે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર થવામાં અને હોસ્પિટલમાં દાખલ થવા સમયે વેઈટીંગમાં લાંબો સમય લાગતો હોય છે.

ત્યારે હોસ્પિટલના આઈ.સી.યુમાં મળતી તમામ સારવાર એમ્બ્યુલન્સમાં જ મળે તે હેતુથી શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ કલોલ સંચાલિત PSM હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી તેમજ સંતમંડળ દ્વારા દેશ-વિદેશમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓના સહયોગથી આઈ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલસ લોકોના આરોગ્યની શુભ કામના સાથે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સેવામાં મૂકાઈ છે. ઈમરજન્સીમા 88662 13131 પર સંપર્ક કરીને આ સેવાનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...