લાંચિયો ઝડપાયો:કલોલ મામલતદારમાંથી 500 રૂપિયાની લાંચ લેતો રેકર્ડ કારકુન રંગે હાથ પકડાયો

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ મામલતદાર માં નકલ કારકુન તરીકે ફરજ બજાવનાર અધિકારી મનોજકુમાર પ્રવીણચંદ્ર દરજી મોજે પાનસર ગામ તાલુકો કલોલ માં આવેલ વાડામાં અરજદાર તેમના પરિવારોની વારસાઈ કરવાની હોય જેથી અરજદારે નકલ કારકુનને આ વાળાનું વાડા પત્રક ની માંગણી કરી હતી જે માંગણી માટે મનોજકુમાર દરજીએ નોંધ માટે 500 રૂપિયાની માંગણી કરી જેથી અરજદાર આ લાજ પેટે ની રકમ આપવા માગતા ન હતા જેથી લાચીઆ નું એ.સી‌.બી એ ચોકઠું ઘડી નાખ્યું. એસીબી લાંચિયા ને લઈને ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

કલોલ મામલતદાર એટલે લાખ લેવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. આગાઉ પણ કલોલ મામલતદાર માં મામલતદાર તરીકે ફરજ બજાવતા મયંક પટેલ પણ લાજ લેતા ઝડપાયા હતા. એ.સી.બી માટે લાંચિયા અધિકારીઓને પકડવા માટે કલોલ મામલતદાર હોટ ફેવરેટ સ્થળ બની ગયું હોય તેવા દ્રશ્ય ઊભા થયા હતા. મામલતદાર ઓફિસમાં સોપો પડી ગયો હોય એમ અધિકારીઓ ચૂપચાપ થઈને નીચું મોઢું કરીને પોતાનું કામ કરવા લાગ્યા હતા.

કલોલ મામલતદાર માં ફરજ બજાવતા રેકર્ડ મનોજ દરજી કોઈ વાળા પત્રક ને લઈને અરજદાર સાથે ઘણા ટાઈમથી વિવાદોમાં રહ્યા હતા. જે બાબતથી કંટાળીને અરજદારે એસીબી દ્વારા છટકું ગોઠવીને રેકોર્ડ કારકૂન નો ખેલ પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ₹500 જેવી નજીવી રકમની માંગણી કરીને અરજદારને અવારનવાર ધક્કા ખવડાવતો હતો જેથી અરજદારે એસીબી દ્વારા લાતી અને ઝડપ આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કામમાં ટ્રેપીંગ કરનાર અધિકારી ડી.એ. ચૌધરી તેમજ સુપરવિઝન હેઠળ એ કે પરમાર કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...