તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાનસર, નાસ્મેદમાં પોલીસનો દરોડો: 8 જુગારી ઝડપાયા

કલોલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ.17,720ની રોકડ સાથે ઝડપી પાડ્યા

કલોલ તાલુકાના પાનસર તેમજ નાસ્મેદ ગામે જુગાર રમતા શખ્સો પર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં 8 શખ્સોને રૂ. 17720ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. જુગારના શોખીનો પર પોલીસે લાલ આંખ કરતા જુગારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ પંથકમાં જુગારની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસે કમર કસી છે. જેમાં તાલુકા પી.આઇ કે.કે દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાનસરથી ડીંગુચા જતા રોડ પર ખરાબાની ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પાનાપત્તીનો જુગાર રમી રહેલા ઘનશ્યામજી ગોપાલજી ઠાકોર રહે. બગીચાની ચાલી કલોલ, વિનોદ માંગીલાલ વૈષ્ણવ રહે. વેરાઈ માતાના મંદિરની પાસે ડાંગરવા. તા.કડી,જી.મહેસાણા, હર્ષદ મફતલાલ જાદવ રહે. આંબેડકરનગર રેલ્વે પૂર્વ કલોલ, તેમજ રાજુ છનાભાઈ પટેલ રહે. ઉમિયાનગર પાનસરને જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત રોકડા રૂ.14060 સાથે ઝડપી પાડયા હતા.

જ્યારે બીજા બનાવમાં બાતમીના આધારે સાંતેજ પોલીસે નાસ્મેદ ગામમાં તળાવના કિનારે આવેલ અમરસિંહ હેમતજી ઠાકોરના ઘરની પાછળ આવેલ લીમડાના ઝાડ નીચે જુગાર રમી રહેલા શખ્સો પર દરોડો પાડી મનુજી ફતાજી ઠાકોર રહે. તળાવની સામે નાસ્મેદ, છગનજી પ્રતાપજી ઠાકોર રહે. પરાવાસ નાસ્મેદ, અંબારામ વરસંગજી ઠાકોર રહે. ડાભલા હુડકો નાસ્મેદ, તેમજ રામજી મોતીજી ઠાકોર રહે. ગરબા વાસ નાસ્મેદ ને જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત દાવ ઉપરથી રૂ.680 તેમજ અંગઝડતીમાં રૂ.2980 મળી કુલ રોકડા રૂ.3660 સાથે ઝડપી પાડયા હતા. પોલીસે દરોડાના બન્ને બનાવમાં પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનો દરોડો પડતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...