ચોર ટોળકી ઝડપાઈ:કલોલમાં અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપી નાસ્તા ભાગતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં એક જ દિવસમાં કલોલ રેલવે પૂર્વમાં બે જગ્યાએ ચોરી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચોરીમાં છ જણાએ ભાગ ભજવ્યો હતો તેમાંથી બે આરોપીઓને ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. અન્ય ચાર આરોપીઓ નાસ્તા ભાગતા ફરતા હતા. જે આરોપીઓ સુરજીતસિંહ (ઉર્ફે ટેટા) લક્ષ્મણસિંહ ટાંક, ગૌરીશંકર લક્ષ્મણસિંહ ટાંક, કરણસિંહ (ઉર્ફે કાના)નેનાસી ટાંક, અવતાર સિંગ (ઉર્ફે કુબડા) ખુશાલસિંહ ઝુણી. છે. આ આરોપી પાસેથી સોનાના દાગીના તથા ચાંદીના દાગીના તેમજ રોકડ કુલ મળીને રૂ.2,62,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓ તથા તેમના સાગ્રીતોએ કલોલ શહેર તથા કલોલ તાલુકાના નારદીપુર ગામ, ઝુલાસણ ગામ, સરઢવ ગામ તથા આજુબાજુમાં ધરફોડ ચોરી કરેલી છે.

આરસોડિયા રોડ ઉપરથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી
આજથી દોઢ એક મહિના પહેલા કલોલના ગામમાંથી આરોપીઓ ઈકો ગાડી ઉઠાવી ગયા હતા. તેમજ કલોલ રેલવે પૂર્વ પાસે વૃંદાવન શોપિંગ સેન્ટરની પાછળ આવેલા ગેસ એજન્સીની બાજુમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. 20થી 25 દિવસ પહેલા આ આરોપીઓએ આરસોડિયા રોડ ઉપરથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી કરી હતી. એવી જ રીતે કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં અંકુર સોસાયટીમાં એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની પણ ચોરી કરી હતી.

પબ્લિક ભેગી થઈ જતા ઈકો ગાડી લઈ ફરાર
આઠ એક દિવસ પહેલા મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાંથી બોલેરો ગાડી ચોરી કરી હતી. તે પછી ગાંધીનગરના સરઢવ ગામમાંથી ઈકો ગાડી ચોરી કરી હતી. પછી બોલેરોમાંથી ટેપ, બેટરી, કટર મશીન, ચોરી કરી બોલેરો ગાડી મૂકી દીધી. હવે ગાંધીનગરના સરઢવમાંથી જે ઈકો ગાડી ચોરી હતી તે લઈને કલોલના નારદીપુર ગામમાં કરિયાણાની દુકાનમાં તથા મકાનમાં રોકડ રૂપિયાની ચોરી કરી. પછી તેના બીજા દિવસે આ જ ઇકોગાડીથી કલોલ રેલવે પૂર્વમાં કલ્યાણ બેંકની સામે પ્લોટ વિસ્તારમાં એક બંધ મકાનમાં ચોરી કરવા ગયા હતા પણ પબ્લિક ભેગી થઈ જતા ત્યાંથી ઈકો ગાડી લઈને ભાગી ગયા અને સરઢવ ગામની સીમમાં બીન વારસી મૂકી દીધી હતી.

બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી
કલોલના માધુપુરા રોડ ઉપર સિન્ટેક્સ કંપનીની પાસેથી હોન્ડા ct 110 બાઇકની ચોરી કરી હતી અને એ બાઈકનો ઉપયોગ કરી કલોલ માણસા રોડ ઉપર આવેલી કિરણ નગર સોસાયટીમાં ધરફોડ ચોરીનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો. કલોલ રેલ્વે સ્ટેશન પાસે આવેલા ઓમકાર રો હાઉસ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની પણ ચોરી કરી હતી. આ જ મકાનની બાજુમાં આવેલા બીજા એક મકાનમાં પણ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં નિષ્ફળ ગયા. તેમજ કલોલ સરકારી ક્લબની બાજુમાં નારણભાઈની ચાલીમાં પણ ચોરી કરી હતી.

અંબિકા ડેરી પાર્લરની બાજુમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
આજથી પાંચેક દિવસ પહેલા કલોલ ધરમ ચોક પાસે એક સોસાયટીમાંથી હોન્ડા city 110 બાઈકની ચોરી કરી હતી અને તે બાઈકનો ઉપયોગ કરી કલોલ એસ.ટી. વર્કશોપ પાછળ શિવા ડેરી પાર્લર તથા કલોલ બોરીસણા રોડ ઉપર સત્યમ ફ્લેટમાં અંબિકા ડેરી પાર્લરની બાજુમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

આ ચોરોની ચોરી કરવાની ટેકનિક
આ ચોરો એમની સાથે પાના, પક્કડ, ડીસમીસ તથા ખેંચી જેવા સાધનો સાથે રાખી મોડી રાતના સમયે ચોરી કરવા માટે નીકળી જવાનું અને રસ્તામાં કોઈ જગ્યાએથી કોઈ ટુ-વ્હીલર અથવા તો ફોરવીલર ગાડી ચોરી કરતા હતા. પછી એ ચોરીની ગાડી લઈને વિસ્તારોમાં ફરી બંધ મકાનને ટાર્ગેટ કરી તે મકાનના દરવાજા નકુજા તથા તાળા તોડી ચોરી કરી જે જગ્યાએથી વાહન ચોરી કરી હોય તે જગ્યાથી થોડે દૂર બિનવારસી હાલતમાં વાહન મૂકીને વાહનમાંથી બેટરી ટેપ જેવા સાધનો નીકાળી દેવાના.

કલોલના ડી.વાય.એસ.પી.ની જનતાને જાહેર અપીલ
કલોલની જનતાને જણાવવાનું કે, અત્યારે તહેવારો નવરાત્રી તેમજ દિવાળીમાં ઘણા પરિવારો બહાર ફરવા જતા હોય છે. તો તમામને મારી નમ્ર વિનંતી કે આપ બહાર જાવ તો આપના દાગીના તથા રોકડ રકમ બેંકના લોકરમાં મૂકો અથવા તો કોઈ સગા સંબંધીના ત્યાં મૂકવા આપણી પોતાની મિલકત માટે આપણે જાતે થોડા અવેરનેસ થવું જરૂરી છે. એવી કલોલ ડી.વાય.એસ.પીએ જાહેર હિત માટે નમ્ર અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...