કલોલના સાંતેજ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમની ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાબતે સાંતેજ પોલીસે સ્થળ ઉપર જઈને વરલી મટકાનો જુગાર રમાડતા ઇસમને 12800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલા અંબાજીપુરા ગામમાં કોઠારી ચાર રસ્તા પાસે પોતાનો મોબાઈલ લઈને વરલી મટકાના આંકડાનો જુગાર રમાડી રહેલા ઈસમની ખાનગી રાહે બાતમી સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને મળી હતી. જેના અનુસંધાને સાંતેજ પોલીસની એક ટીમ સ્થળ ઉપર બાતમીમાં જણાવ્યા મુજબ પહોંચી ગઈ હતી. ત્યાં એક બેઠેલ શખ્સ પોતાના મોબાઈલ ફોન ઉપર કંઈક લખતો હોય તેવું જણાવી આવતા તેને તે જ સ્થિતિમાં પકડી પાડ્યો હતો. જેનું નામ પૂછતા તેણે તેનું નામ જુગાજી ઠાકોર જણાવ્યું હતું.
જેની પાસેથી મોબાઇલ ફોનમાં જોતા તેના મોબાઈલમાં વરલી મટકાના આંકના મેસેજો તેમજ વરલી મટકાના જુગારના સ્ક્રીનશોટ પાડેલા મળી આવ્યા હતા. જેની પાસેથી રોકડ રકમ 7000 તેમજ તેના મોબાઇલની કિંમત 5800 એમ કુલ 12,800ના મુદ્દામાલ સાથે ઠાકોર જુગાજીને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.