દારૂબંધીની ઝુંબેશ:કલોલમાં દેશી દારૂનું દૂષણ ડામવા ખુદ PI મેદાને, શંકાસ્પદ વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝીટ કરી, લોકોએ કહ્યું-દર 15 દિવસે આવું થવું જોઈએ

કલોલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ શહેર પોલીસે કલોલમાં જ્યાં જ્યાં દેશી દારૂ વેચાય છે ત્યાં અને શંકાસ્પદ વિસ્તારોમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્ટાફે અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. કલોલના અંબાજી વિસ્તારમાં નાનો વાસ તેમજ મોટા વાસમાં ચાલી રહેલા દેશી દારૂના દુષણને ડામવા ઘરમાં જઈને પણ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કલોલમાં જે દેશી દારૂના ધંધા ચાલી રહ્યા છે તે ધંધા બંધ કરાવવા તેમજ યુવાધન નશાના રવાડે ન ચડે તે હેતુથી કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પોતે તપાસ કરી રહ્યા છે.

દર 15 દિવસે આવી ઓચિંતી તપાસ થવી જોઈએ
કલોલ શહેર પોલીસના સ્ટાફ સહિતનો કાફલો જોઈને બુટલેગરોમાં પણ નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર ખેર વિઝીટમાં નીકળ્યા હતા તે સમયે લોકો એવું બોલી રહ્યા હતા કે દારૂ વેચનારાઓની હવે ખેર નથી. કારણ કે પોલીસ ઇન્સ્પેક્ટરમાં ખેર સાહેબ આવી ગયા છે. પોલીસની આ કામગીરી જોઈને કલોલની જનતાએ પણ બિરદાવી હતી. તેમજ આવી સરપ્રાઈઝ મુલાકાત દર 15 દિવસે ગુનાહિત વિસ્તારોમાં થવી જ જોઈએ એવી કલોલની જનતાએ સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...